Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Modi Parivar Sabha : હવે 5 હજારથી વધુ સ્થળે યોજાશે 'મોદી પરિવાર સભા', આ છે પાર્ટીનો લક્ષ્ય!

લોકસભાની ચૂંટણી (Lok Sabha election) પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટીએ (BJP) તૈયારીઓ ઝડપી કરી છે. જે હેઠળ હવે ઠેર ઠેર 'મોદી પરિવાર સભા' (Modi Parivar Sabha) કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ (Ahmedabad) ખાતે 'મોદી પરિવાર સભા'ની તૈયારીના ભાગરૂપે મહામંત્રી રજનીકાંત...
03:45 PM Apr 08, 2024 IST | Vipul Sen

લોકસભાની ચૂંટણી (Lok Sabha election) પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટીએ (BJP) તૈયારીઓ ઝડપી કરી છે. જે હેઠળ હવે ઠેર ઠેર 'મોદી પરિવાર સભા' (Modi Parivar Sabha) કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ (Ahmedabad) ખાતે 'મોદી પરિવાર સભા'ની તૈયારીના ભાગરૂપે મહામંત્રી રજનીકાંત પટેલ (Rajnikant Patel), ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક આઈ.કે. જાડેજા અને પ્રદેશ સંયોજક મનીષ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

લોકસભાની ચૂંટણી પ્રચારને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં અનેક જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે વિવિધ સ્થળે 'મોદી પરિવાર સભા' (Modi Parivar Sabha) કાર્યક્રમ યોજાશે, જે અંગેની માહિતી આપવા માટે અમદાવાદ ખાતે મહામંત્રી રજનીકાંત પટેલ, ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક આઈ.કે. જાડેજા (I.K. Jadeja) અને પ્રદેશ સંયોજક મનીષ પટેલ (Manish Patel) સહિતના અન્ય આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

'5000 થી વધુ સ્થળો પર આ સભા યોજાશે'

પ્રેસ કોન્ફરન્સમાં રજનીભાઈ પટેલ દ્વારા જણાવાયું કે, લોકસભાની ચૂંટણી દેશભરમાં ચાલી રહી છે ત્યારે દેશની જનતાએ ફરી એકવાર મોદી સરકાર (Modi government) બનાવવાનું મન બનાવી લીધું છે. તેમને દાવો કરતા કહ્યું કે, 'અબ કી બાર 400 પાર' બેઠકો નિશ્ચિત છે. મોદી સરકારમાં થયેલા કામો અને લોકોના પ્રતિભાવો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'મોદી પરિવાર સભા' કાર્યક્રમ અંતર્ગત 10 થી 12 બૂથો વચ્ચે એક મોટી સભા કરવાનું નક્કી કરાયું છે. 5000 થી વધુ સ્થળો પર આ સભા યોજાશે. જ્યારે 700 કરતાં વધુ વક્તાઓ, આગેવાનો અને ધારાસભ્યો વિવિધ વિષય લોકો સમક્ષ મુકશે. મોદી સરકારમાં 10 વર્ષમાં થયેલા વિવિધ કાર્યો નાગરિકો સુધી મોદી પરિવાર સભાના માધ્યમથી મૂકાશે.

 

આ પણ વાંચો - Gujarat Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા! હવે આ નેતાઓએ કર્યાં કેસરિયા

આ પણ વાંચો - Ravindra Singh Bhati : રવિન્દ્રસિંહ ભાટીએ રૂપાલા વિવાદ અંગે કહ્યું- ટિકિટ આપવી પાર્ટીના હાથમાં પણ..!

આ પણ વાંચો - Gujarat First Exclusive : વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ, જાણો રિપોર્ટની સંપૂર્ણ માહિતી

Tags :
AhmedabadBharatiya Janata PartyBJPGujarat FirstGujarati NewsI.K. JadejaLok-Sabha-electionManish PatelModi governmentModi Parivar SabhaRajnikant Patel
Next Article