Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Modi Cabinet :ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાં

Modi Cabinet: હાલ દેશભરમા એક જ વાતની ચર્ચા થઈ રહી છે. મોદીની નવી સરકારમાં કોને મંત્રીપદ મળશે. એનડીએની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે, ત્યારે હવે સૌની નજર મંત્રી બનવા પર છે. મંત્રીપદ માટે અનેક નેતાઓ રેસમાં છે, પરંતું કોને...
12:55 PM Jun 09, 2024 IST | Hiren Dave

Modi Cabinet: હાલ દેશભરમા એક જ વાતની ચર્ચા થઈ રહી છે. મોદીની નવી સરકારમાં કોને મંત્રીપદ મળશે. એનડીએની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે, ત્યારે હવે સૌની નજર મંત્રી બનવા પર છે. મંત્રીપદ માટે અનેક નેતાઓ રેસમાં છે, પરંતું કોને કોને મંત્રી બનાવાય છે તે મહત્વનું છે. હાલ સંભવિત મંત્રીઓને દિલ્હીથી ફોન થઈ રહ્યં છે. ત્યારે ગુજરાતમાંથી કયા નેતાઓને મંત્રીપદની લોટરી લાગે છે તે મહત્વનં છે. આ વચ્ચે ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને સીઆર પાટીલને ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અમિત શાહ, એસ.જયશંકર પણ મંત્રી બનશે તેવી અટકળો તેજ છે. આ ઉપરાંત ગુજરાતના મહિલા સાંસદ નીમુબેન બાંભણિયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે પરસોત્તમ રૂપાલાનું પત્તુ કપાય તેવી શક્યતા છે.

 

કેન્દ્રની સરકારમાં સી. આર. પાટીલને મોટી જવાબદારી મળી શકે છે

નવી મોદી સરકારમાં ગુજરાતથી કેટલાક સાંસદોને મંત્રીપદ મળી શકે છે. અમિત શાહને ફરી મોટી જવાબદારી મળી શકે છે. તો મનસુખ માંડવિયાને ફરી મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત સી. આર. પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જોકે, આ વચ્ચે સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને ફોન આવ્યો હોવાની ચર્ચા છે.  મળતી માહિતી અનુસાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને દિલ્હીથી ફોન આવ્યો છે. ગુજરાત ભાજપ સંગઠન બાદ હવે કેન્દ્રની સરકારમાં સી. આર. પાટીલને મોટી જવાબદારી મળી શકે છે. પાટીલ નવસારીથી સાડા સાત લાખ કરતા વધારે મતથી જીત્યા છે. તેઓ નવસારીથી ચોથીવાર સાંસદ બન્યા છે. હાલ પાટીલ પીએમ આવાસ પર પહોંચ્યા છે.

સાંસદ ડૉ.મનસુખ માંડવીયા ફરીથી કેન્દ્રમાં મંત્રી બને તેવી શક્યતા

તો બીજી તરફ, પોરબંદરના સાંસદ ડૉ.મનસુખ માંડવીયા ફરીથી કેન્દ્રમાં મંત્રી બને તેવી શક્યતા છે. ડો.મનસુખ માંડવીયાને ફોન કરી જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી તરીકે લેવામાં આવતા શુભેચ્છાઓ આપવા આગેવાનો પહોંચ્યા છે. દિલ્હી ખાતે પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહીત આગેવાનોએ દિલ્હી ખાતે મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી. આ વચ્ચે નવું નામ જે ચર્ચામાઁ છે તે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા છે.

કેવી હશે નવી મોદી કેબિનેટ

ઉલ્લેખનીય છે કે, આજે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આજે સાંજે સવા સાત કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રી મંડળ શપથ લેશે. આજનો દિવસ ખાસ એટલા માટે છે, કારણ કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પીએમ બની ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. જવાહરલાલ નહેરુ પછી પ્રધાનમંત્રીના પદ માટે હેટ્રિક કરનાર નરેન્દ્ર મોદી પહેલા નેતા છે. પ્રધાનમંત્રીની સાથે ક્યા ક્યા સાંસદો મંત્રી પદની શપથ લે છે તેના પર પણ સૌની નજર છે. મળતા અહેવાલો પ્રમાણે મોદી કેબિનેટમાં આ વખતે અનુભવી અને યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી શકે છે. શપથ ગ્રહણ પહેલા શનિવારે ભાજપની મહત્વની બેઠક મળી હતી. જેમાં કેબિનેટના નામો પર ચર્ચા કરવામાં આવી. ભાજપે સહયોગી દળની ઈચ્છા પણ પુછી છે. અને સર્વ સમાવેશી કેબિનેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાંથી કોણ બની શકે છે મંત્રી?

અમિત શાહ, સી.આર.પાટીલ, પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા

2014માં ગુજરાતમાં કોણ હતું મંત્રી?

અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, જશવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી, મનસુખ વસાવા

2019માં ગુજરાતમાં કોણ હતું મંત્રી?

એસ.જયશંકર, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા

આ પણ  વાંચો - Modi Cabinet 3.0 : ગુજરાતમાંથી આ ચહેરાઓને મળશે મહત્ત્વની જવાબદારી, જાણો સાથી દળોમાં કોણ IN અને કોણ OUT!

આ પણ  વાંચો - Modi Cabinet 3.0 : ગુજરાતમાંથી આ ચહેરાઓને મળશે મહત્ત્વની જવાબદારી, જાણો સાથી દળોમાં કોણ IN અને કોણ OUT!

આ પણ  વાંચો - Oath Ceremony : શિવરાજ, રાજનાથ, સિંધિયા, ચિરાગ… મોદી સરકાર 3.0 ના આ સંભવિત મંત્રીઓને ફોન આવ્યા…

Tags :
Amit ShahGujaratMansukh MandaviyaministersModi Cabinetmodi newsNarendra ModiNarendra Modi Govt FormationNDAPM Modi oath ceremonyPM Modi Oath Ceremony LivePM Modi swearing in ceremonypm narendra modi
Next Article