Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Metro Train : ગાંધીનગર-અમદાવાદ વચ્ચેના આ રૂટ પર જૂનથી દોડતી થશે મેટ્રો, જાણો વિગત

ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદના (Ahmedabad) રહીશો માટે ખુશીના સમાચાર છે. જૂન મહિનામાં અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ-2 સુધીના રૂટ માટે મેટ્રો ટ્રેનની (Metro Train) શરૂઆત થશે. માહિતી મુજબ, મેટ્રો ટ્રેક પર ટ્રાયલ રનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશનની પણ...
08:57 PM May 23, 2024 IST | Vipul Sen
સૌજન્ય : google

ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદના (Ahmedabad) રહીશો માટે ખુશીના સમાચાર છે. જૂન મહિનામાં અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ-2 સુધીના રૂટ માટે મેટ્રો ટ્રેનની (Metro Train) શરૂઆત થશે. માહિતી મુજબ, મેટ્રો ટ્રેક પર ટ્રાયલ રનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશનની પણ 90 ટકા કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે આચારસંહિતા સંપૂર્ણ દૂર થયા પછી મેટ્રો રૂટનું ઉદ્ઘાટન થશે.

જૂન મહિનાથી આ રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી થશે

અમદાવાદ અને ગાંધીનગરમાં લોકો સરકારી ટ્રાન્સપોર્ટ તરફ આગળ વધે અને નાગરિકોને વધુ સારી અને સુગમ ટ્રાન્સપોર્ટ સુવિધા મળે તે માટે મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. અલગ અલગ તબક્કામાં મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદના મોટેરાથી (Motera) ગાંધીનગરના ચ-2 સુધીનો મેટ્રો ટ્રેન રૂટ (Metro Train) જલદી શરૂ થવાની શક્યતા છે. માહિતી છે કે જૂન મહિનામાં આ રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે.

આચારસંહિતા પૂર્ણ થયા બાદ ઉદઘાટન કરાશે

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના (Ahmedabad) મોટેરાથી ગાંધીનગરના ચ-2 સુધીના મેટ્રો ટ્રેક પર ટ્રાયલ રનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશનની પણ 90 ટકા કામગીરી પૂર્ણતાના આરે છે. મેટ્રો ટ્રેક સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે, જ્યારે સ્ટેનશનની કામગીરી અંતિમ તબક્કામાં છે. લોકસભા ચૂંટણીના (Lok Sabha election) પરિણામ જાહેર થયા બાદ આચારસંહિતા (code of conduct) સંપૂર્ણ દૂર થયા પછી મેટ્રો રૂટનું ઉદઘાટન કરવામાં આવશે એવી માહિતી છે. જણાવી દઈએ કે, ચ 2 થી મહાત્મા મંદિર (Mahatma Mandir) સુધીનો મેટ્રો રૂટ ડિસેમ્બર મહિનાની આસપાસ શરૂ થઈ શકે છે. અમદાવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી 28 કિમીનો મેટ્રો ટ્રેન રૂટ તૈયાર કરાયો છે.

 

આ પણ વાંચો - SURAT : પાક. યુવતીઓ થકી હિંદુ યુવકોને ફસાવી ધર્માંતરણનું ષડયંત્ર! બિકાનેરથી ઝડપાયેલા આરોપીએ ખોલ્યા અનેક રાઝ

આ પણ વાંચો - Shah Rukh Khan : કિંગ ખાનના ફેન્સ માટે મોટા સમાચાર, તબિયતને લઈ અભિનેતાના મેનેજરે આપી માહિતી

આ પણ વાંચો -  Heatwaves :રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર,અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ

Tags :
Ahmedabadcode of conductGandhinagarGandhinagar's Ch-2Gujarat FirstGujarati NewsMahatma MandirMetro trackmetro trainMoteraNarendra Modi Stadium
Next Article