Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maulana Salman Azhari : આયોજક ઇશાક ગોરીને જામીન, મૌલાનાના જામીન અંગે આવતીકાલે સુનાવણી

અરવલ્લીમાં (Aravalli) મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. આયોજક ઇશાક ગોરીને (Ishaq Gori) કોર્ટથી જામીન મળી ગયા છે. જ્યારે મૌલાના સલમાન અઝહરીના (Maulana Mufti Salman Azhari) જામીનને લઈ આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. જણાવી દઈએ કે, અગાઉ મોડાસામાં...
01:03 AM Feb 20, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

અરવલ્લીમાં (Aravalli) મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. આયોજક ઇશાક ગોરીને (Ishaq Gori) કોર્ટથી જામીન મળી ગયા છે. જ્યારે મૌલાના સલમાન અઝહરીના (Maulana Mufti Salman Azhari) જામીનને લઈ આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. જણાવી દઈએ કે, અગાઉ મોડાસામાં (Modasa) ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના સલમાન અઝહરીને મોડાસા ટાઉન પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી.

અરવલ્લીમાં (Aravalli) મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલે કાર્યક્રમના આયોજક ઈશાક ગોરીને (Ishaq Gori) જામીન મળ્યા છે. જ્યારે મૌલાના સલમાન અઝહરીના (Maulana Mufti Salman Azhari) જામીનને લઈ મોડાસા સેશન કોર્ટમાં (Modasa Sessions Court) આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. માહિતી મુજબ, હાલ મૌલાનાને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. અગાઉ 24 ડિસેમ્બર 2023 ના રોજ મોડાસામાં ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) મોડાસા ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી.

સુરક્ષાના કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકલાયો

કોર્ટે મૌલાના સલમાન અઝહરીના (Maulana Mufti Salman Azhari) પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે, શનિવારના રોજ મૌલાનાના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટ દ્વારા મૌલાના સલમાન અઝહરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા આવ્યો હતો. ત્યાર બાદ સુરક્ષાના કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. મોડાસા સેશન કોર્ટેમાં આરોપીના વકીલ આવતીકાલે જામીન અરજી કરશે.

 

આ પણ વાંચો - Tarabh Valinath Dham : પૂજ્ય જયરામગીરી બાપુ સાથે Gujarat First ની ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AravalliGujarat FirstGujarati Newshate speechIshaq GoriJunagadhMaulana Mufti Salman AzharimodasaModasa Sessions CourtModasa Town Police
Next Article