Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Marriage Invitation: લગ્નમાં આવ્યા અને દારુ પીધો તો ખેર નહીં....

Marriage Invitation: nidવર્તમાન સમયમાં લગ્ન ગાળાએ જોર પકડ્યું છે, એવામાં હાલ આખા ગુજરાતની અંદરથી એવા અનેક અનોખા લગ્નની સાથે-સાથે એવી અનોખી લગ્નની કંકોત્રી પણ સામે આવતી જ રહેતી હોય છે જે જોઈને આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ. હાલ...
11:03 PM May 15, 2024 IST | Aviraj Bagda
Marriage Invitation, Rajkot

Marriage Invitation: nidવર્તમાન સમયમાં લગ્ન ગાળાએ જોર પકડ્યું છે, એવામાં હાલ આખા ગુજરાતની અંદરથી એવા અનેક અનોખા લગ્નની સાથે-સાથે એવી અનોખી લગ્નની કંકોત્રી પણ સામે આવતી જ રહેતી હોય છે જે જોઈને આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ. હાલ લોકો કંકોત્રી અને લગ્ન દ્વારા સમાજ કલ્યાણ તથા સમાજને કોઈ સંદેશો મળે તેવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. આવા અનેક લગ્નો તથા કંકોત્રી સામે આવી ચુકી છે.

પણ આજે રાજકોટના એક કોળી પરિવારની લગ્નની કંકોત્રી સામે આવી છે. જેમાં જન-જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરના હડાળા ગામમાં રહેતા મનસુખભાઇ સીતાપરાએ પોતાની દીકરીના લગ્નમાં આ અનોખી કંકોત્રી છપાવડાવી હતી, જેમાં તેઓએ એક એવી બાબત લખાવી છે કે તે વાત હાલ સૌનું ધ્યાન ખેંચી રહી છે.

આ પણ વાંચો: RAJKOT : રાજકોટ અને ગોંડલ પંથકમાં કમોસમી માવઠાનું આગમન

દારૂ પીયને આવવું નહીં તેવો ચોખ્ખો સંદેશ

Marriage Invitation

મનસુખભાઇએ પોતાની દીકરીની લગ્નની કંકોત્રીમાં લખાણ લખાવ્યું છે કે મહેરબાની કરીને કોઈએ દારૂ પીને લગ્નમાં ન આવું. આ કંકોત્રી સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય રહી છે, લોકોએ મનસુખભાઇના આવા વિચારને આવકાર આપ્યો હતો. આ કંકોત્રી અંગે વાત કરતા મનસુખભાઇ સીતાપરાએ જણાવ્યું હતું કે તેઓની દીકરીના લગ્ન છે. એવામાં તેઓએ કંકોત્રીમાં કોઈએ દારૂ પીયને આવવું નહીં તેવો ચોખ્ખો સંદેશો આપ્યો હતો.

આ પણ વાંચો: CHHOTA UDEPUR : બોગસ સિંચાઇ કચેરી કૌભાંડના મુખ્ય સુત્રધાર સંદીપ રાજપુતનું જેલમાં થયું મોત, વાંચો અહેવાલ

વ્યક્તિને 501 રૂપિયાનો દંડ કરવામાં આવશે

આ પેહલી વખત નથી આની પેહલા વર્ષ 2012 ની અંદર મનસુખભાઇ સીતાપરાએ એક પેમ્પલેટ તૈયાર કરાવડાવ્યું હતું જેમાં તેઓએ સ્પષ્ટ ભાષામાં લખ્યું હતું કે દારૂ પીયને આવનાર વ્યક્તિને 501 રૂપિયાનો દંડ કરવામાં આવશે. મનસુખભાઈની આવી પહલને તેઓના સંબંધીઓએ પણ વખાણી હતી અને તેઓનો સાથ આપ્યો હતો.

આ પણ વાંચો: VADODARA : સ્માર્ટ વિજ મીટરના મુદ્દાએ પકડ્યો રાજનૈતિક રંગ, આંદોલનની જાહેરાત

Tags :
INVITATIONMarriageMarriage InvitationRAJKOT
Next Article