ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LokSabhaEletion : ગાંધીનગર લોકસભાની બેઠક પર 8 ઉમેદવારના ફોર્મ થયા રદ્દ

LokSabhaEletion : ગાંધીનગર લોકસભાની બેઠક માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તે રીતે ભાજપ-કોંગ્રેસ (BJP-Congress)ઉપરાંત નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ વધી છે. ગુરુવાર સુધી 31 ફોર્મ ભરાયા હતા ત્યારે છેલ્લા દિવસે ભાજપમાંથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (AmitShah) ફોર્મ...
04:57 PM Apr 20, 2024 IST | Hiren Dave

LokSabhaEletion : ગાંધીનગર લોકસભાની બેઠક માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તે રીતે ભાજપ-કોંગ્રેસ (BJP-Congress)ઉપરાંત નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ વધી છે. ગુરુવાર સુધી 31 ફોર્મ ભરાયા હતા ત્યારે છેલ્લા દિવસે ભાજપમાંથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (AmitShah) ફોર્મ ભર્યું હતું આ સાથે અન્ય ૨૨ ફોર્મ પણ છેલ્લા દિવસે ભરાયા હતા જેથી ઉમેદવારીપત્રો ભરાઇને ચૂંટણી અધિકારી સમક્ષ પરત આવ્યા હોય તેની સંખ્યા 53 જેટલી થઇ ગઇ હતી. આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે જેમાં ડમી તથા ભુલભરેલા ફોર્મ રદ થઇ જશે.ફોર્મ ચકાસણીના અંતે 2 ડમી અને 6 અન્ય મળીને કુલ 8 ઉમેદવાર ફોર્મ રદ થયા છે.6 અપક્ષ ઉમેદવાર ના ફોર્મ રદ થયા છે. ત્યારે ફોર્મ પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ 22 એપ્રિલ 3 વાગ્યે ગાંધીનગર બેઠકનો ચિત્ર સ્પષ્ટ થશે .

 

આ વખતે ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્રભાઈને ત્રીજી વખત પીએમ બનાવવાના છે. ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભા ચૂંટણી 2024માં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરમાં એક મેગા રેલીને સંબોધતા શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતશે. તેમણે કહ્યું કે અમે પ્રચંડ બહુમતીથી જીતવાના છીએ, અમે ગુજરાતની તમામ 26 બેઠકો જીતીશું. ગુજરાતની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે.

 

26 લોકસભા માટે ગુજરાતમાં પણ કુલ 658 ફોર્મ ભરાયા

અમદાવાદ પૂર્વ - 44

અમદાવાદ પશ્ચિમ - 19

અમરેલી - 21

આણંદ - 18

બનાસકાંઠા - 24

બારડોલી - 9

ભરૂચ - 26

ભાવનગર - 30

છોટાઉદેપુર - 18

દાહોદ - 23

ગાંધીનગર - 53

જામનગર - 32

જૂનાગઢ - 26

કચ્છ - 16

ખેડા - 25

મહેસાણા - 17

નવસારી - 35

પંચમહાલ - 19

પાટણ - 19

પોરબંદર - 24

રાજકોટ - 28

સાબરકાંઠા - 29

સુરત - 24

સુરેન્દ્રનગર - 29

વડોદરા - 34

વલસાડ - 16

વિધાનસભા પેટા ચૂંટણીમા પાંચ બેઠકો માટે કુલ 58 ફોર્મ ભરાયા

ખંભાત - 10

માણાવદર 9

પોરબંદર - 11

વાઘોડિયા- 13

વિજાપુર 15

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ

જાહેરનામાની પ્રસિદ્ધિ થશે - 12 એપ્રિલ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 19 એપ્રિલ

ફોર્મ ચકાસણી - 20 એપ્રિલ

ફોર્મ પરત ખેંચી શકાશે - 22 એપ્રિલ

મતદાન - 7 મે 2024

મત ગણતરી/ પરિણામ - 4 જૂન 2024

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે - 6 જૂન

19 એપ્રિલે અમિત શાહે ભર્યુ ફોર્મ

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે શુક્રવારે બપોરે વિજય મુહૂર્તમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તાર માટે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ગાંધીનગર કલેક્ટર કચેરીએ પરિવારજનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અમિતભાઇએ ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે ક્લસ્ટર પ્રભારી કે.સી. પટેલ, લોકસભા પ્રભારી મયંક નાયક પણ હાજર રહ્યા હતા. ગુરુવારે અમિતભાઇએ પોતાના મતવિસ્તારમાં મેગા રોડ શો કરી પ્રચાર કર્યો હતો.

આ  પણ  વાંચો  - Amit Shah સામે 11 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડશે, જાણો કોણ કઈ પાર્ટીમાંથી છે?

આ  પણ  વાંચો  - VADODARA : છેવાડાના મતદારને જાગૃત કરવા માટે હાથ ધરાયા અનેક પ્રયાસ

આ  પણ  વાંચો  - EVM : ‘મતદારોનો મત સુરક્ષિત છે’, મુખ્ય ચૂંટણી કમિશનરે EVM ને લઈને તમામ આશંકાઓ ફગાવી…

 

 

Tags :
AMITSHAHBJPCongressElection OfficerElection2024Gandhinagar seatGujarat FirstGujarat Lok Sabha Election 2024LokSabhaEletion2024Nomination form canceled
Next Article