Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LOKSABHA 2024 : ચૂંટણી પહેલા જ સુરતમાં ખીલ્યું ભાજપની જીતનું કમળ

સુરત લોકસભા બેઠક પર રચાયો ઈતિહાસ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ પ્રથમ વખત લોકસભામાં ભાજપ બિનહરીફ 'BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ ખેંચ્યુ' સુરતની બેઠકના હાઈવૉલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે, અને લોકસભામાં ( LOKSABHA ) ભારતીય જનતા પાર્ટીનું...
02:25 PM Apr 22, 2024 IST | Harsh Bhatt

સુરતની બેઠકના હાઈવૉલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે, અને લોકસભામાં ( LOKSABHA ) ભારતીય જનતા પાર્ટીનું પહેલું કમળ ખીલી ચૂક્યું છે.  સુરતની બેઠક ઉપર ભાજપનો ( LOKSABHA ) ઇતિહાસ રચાયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. NOTA નો વિકલ્પ હોવાના કારણે બિનહરીફ થશે કે કેમ એ અંગે અવઢવ. ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભામાં ભાજપનો ( LOKSABHA ) કોઈ ઉમેદવાર બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યો છે. BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યા છે.

સુરતની લોકસભા ( LOKSABHA ) બેઠક ઉપર છેલ્લા કેટલાક દિવસથી હલચલ ચાલી રહી હતી. સુરતમાં લોકસભા બેઠક ઉપર કુલ ૮ ઉમેદવારો હતા જેમાંથી આજે સવાર સુધીમાં ૬ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. જેમાં BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ આજે પોતાનું ફોર્મ ખેંચ્યુ હતું. આ પહેલા સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.ભાજપે ફરિયાદ કરી હતી કે ટેકેદારોની સહીમાં ધાંધલી કરવામાં આવી છે. આમ કોંગ્રેસ, BSP ઉપરાંત તમામ અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચ્યા છે અને આમ આ રીતે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે ભાજપે ઈતિહાસ રચ્યો છે. દેશમાં સુરતથી જીત સાથે ભાજપની લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ છે.

ઇતિહાસમાં પ્રથમ વખત LOKSABHA માં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

આઝાદી બાદ 20 વખત કોંગ્રેસના સભ્ય બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે. ત્યારે નેશનલ કોન્ફરન્સના 2, સમાજવાદી પાર્ટીના 2 સભ્ય બિનહરીફ રીતે ચૂંટાયા છે. અત્યાર સુધી ફક્ત એક જ અપક્ષ ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યો છે. ત્યારે આજરોજ ભાજપના પ્રથમ ઉમેદવાર સુરતથી મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે.

વિધાનસભામાં બિનહરીફ થવાનો ઈતિહાસ

➤ 298 ધારાસભ્ય અત્યાર સુધીમાં બિનહરીફ ચૂંટાયા
➤ 77 ધારાસભ્ય સાથે નાગાલેન્ડ સૌથી આગળ
➤ 63 ધારાસભ્ય જમ્મુ-કાશ્મીરથી બિનહરીફ ચૂંટાયા છે
➤ 40 ધારાસભ્ય અરુણાચલ પ્રદેશથી બિનહરીફ ચૂંટાયા
➤ 34 આંધ્ર અને 18 ધારાસભ્ય આસામથી બિનહરીફ ચૂંટાયા
➤ 6 ધારાસભ્ય ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી બિનહરીફ ચૂંટાયા
➤ 47 ધારાસભ્ય 1962માં 6 રાજ્યોમાં બિનહરીફ ચૂંટાયા, જે કોઈ એક વર્ષમાં સૌથી વધુ હતું.
➤ 45 ધારાસભ્ય 1998માં, 33 -33 ધારાસભ્ય 1967 અને 1972માં ચૂંટાયા
➤ 10 ભાજપના ધારાસભ્ય હાલની અરુણાચલ પ્રદેશની ચૂંટણીમાં 2024માં ચૂંટાયા

સી. આર પાટીલએ પાઠવી શુભેચ્છા

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ  ચૂંટાઈને આવ્યા બાદ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે ટ્વીટર ઉપર મુકેશ દલાલને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : Salman Khan : તાપીમાં છુપાયું છે ફાયરિંગનું રહસ્ય…!

Tags :
Amit ShahBJP ELECTIONBJP VICTORYC.R.Patilelected unopposedElectionFIRST SEATFIRST WIN IN GUJARAThistoricalloksabha 2024MUKESH DALALpm modiSurat
Next Article