Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election Survey: ગુજરાતનો સૌથી મોટો નિષ્પક્ષ અને નિર્ણાયક સરવે

Lok Sabha Election Survey: આ વખતે લોકસભા ચૂંટણી 2024 ને કુલ 7 તબક્કાઓમાં રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયગાળામાં લોકસભા ચૂંટણી 2024 ના બાકી રહેલા બંને તબક્કાઓ પૂર્ણ થઈ જશે. તેના અંતર્ગત 7 મેના રોજ ગુજરાતમાં...
lok sabha election survey  ગુજરાતનો સૌથી મોટો નિષ્પક્ષ અને નિર્ણાયક સરવે

Lok Sabha Election Survey: આ વખતે લોકસભા ચૂંટણી 2024 ને કુલ 7 તબક્કાઓમાં રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયગાળામાં લોકસભા ચૂંટણી 2024 ના બાકી રહેલા બંને તબક્કાઓ પૂર્ણ થઈ જશે. તેના અંતર્ગત 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

દરેક લોકો પોતાના મનપસંદ ઉમેદાવારને સરવે પોલમાં મત આપી શકે છે. આ માટે તમારે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને ગુજરાત ફર્સ્ટની એપ ડાઉલોડ કરવાની રહેશે. આ સરવેની 1 જૂનના રોજ મત ગણતરી કરવામાં આવશે. આ પરથી ગુજરાતનું પરિણામ તમે જાતે જાણી શકશો અને ચૂંટણી પંચ દ્વારા 4 જૂને જે પરિણામ જાહેર કરવામાં આવશે તેની સાથે સરખાવવામાં આવશે.

સરવેમાં તમારુ મતદાન કરવા માટે કરો ક્લિક

જોકે આ વખતે ગુજરાતના રાજકીય મેદાનમાં રાજનૈતિક પરિબળો ખુબ જ મૂંઝવણ ભરેલા છે. કારણ કે.... ગુજરાતને ભાજપનું મતદાન માટેનું ગઢ ગણાવામાં આવે છે, પરંતુ ભાજપની કમાન આ વખતે ગુજરાતને લઈ ઢીલી જોવા મળી હતી. તો બીજી તરફ ઉત્તર ગુજરાતને કોંગ્રેસનું મતદાન ગઢ માનવામાં આવે છે, તેમ છતા આ વખતે ઉત્તર ગુજરાતના નાગરિકોમાં કોંગ્રેસને લઈ શંકા જોવા મળી રહી હતી. તો સૌરાષ્ટ્ર જે છેલ્લા 1 દશકથી ભાજપ ગઢ કહેવામાં આવે છે, તે ભૂમિ પર ભાજપ વિરોધી પાયા ઉભા કરવામાં આવ્યા હતા.

Advertisement

તે ઉપરાંત આ વખતે ક્યારેય ન બન્યું હોય તેવું ગુજરાતમાં બન્યું હતું. તેનું મુખ્ય કારણ એ છે કે, આ વખતે ગુજરાતમાં કુલ 26 બેઠકો પૈકી કુલ 25 લોકસભાની બેઠકો માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના પાછળ સુરતામાં થયેલા રાજકીય દાવ છે. સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસેના ઉમેદવારે રાજકીય દાવ રમીને કોંગ્રેસના લોકસભા ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની દાવેદારી ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાબિત થતા મતદાનના પરિણામ પહેલા જ ગુજરાતમાં સુરતની લોકસભા બેઠકને ભાજપે પોતાના હસ્તક કરી લીધી હતી.

ત્યારે હવે સુરત ઉપરાંત ગુજરાતની કુલ 25 બેઠકો ઉભા રહેલા ઉમેદવારનું ભાવિ EVM મશીનમાં 7 મેના રોજ કેદ થઈ ગયું છે. ત્યારે આ વખતે ગુજરાતમાં કુલ 59 ટકા મતદાન નોંધાયું હતું. તેના અંતર્ગત સૌથી વધુ મતદના વલસાડ જિલ્લામાં નોંધાયું હતું. તો બાકીની લોકસભા બેઠકોમાં યશ મેળવવા ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારો પૈકી કોના નસીબમાં જયકારો લાગશે, તેના માટે ગુજરાત ફર્સ્ટ મીડિયા હાઉસ દ્વારા પહેલીવાર ગુજરાતના મીડિયા ઈતિહાસનો સૌથી ઓથએન્ટિક જનતાનો મહાસર્વે તૈયાર કરવામાં આવ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.