Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha election 2024 : રાજયભરમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ, જાણો ક્યાં કોના ફોર્મ મંજૂર અને રદ થયા!

લોકસભા ચૂંટણી 2024 ના (Lok Sabha election 2024) જંગમાં ઉતરવા માટે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે ઉમેદવારો નોંધાવવાનો અંતિમ દિવસ હતો. ત્યારે આજે રાજ્યભરમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાવનગર, સુરત (Surat), પંચમહાલ, અમરેલી (Amreli),...
11:04 PM Apr 20, 2024 IST | Vipul Sen
LOK SABHA ELECTIONS

લોકસભા ચૂંટણી 2024 ના (Lok Sabha election 2024) જંગમાં ઉતરવા માટે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે ઉમેદવારો નોંધાવવાનો અંતિમ દિવસ હતો. ત્યારે આજે રાજ્યભરમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાવનગર, સુરત (Surat), પંચમહાલ, અમરેલી (Amreli), મહેસાણા, છોટાઉદેપુર, વડોદરા (Vadodara), કચ્છ સહિતની લોકસભા બેઠકો પર આજે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ કરાયા છે અને કેટલાકના માન્ય રખાયા છે. તો અહીં વાંચો વિગતે માહિતી...

સુરેન્દ્રનગર અને સાબરકાંઠા

સુરેન્દ્રનગર (Surendranagar) લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષના કુલ 29 પૈકી 22 ઉમેદવારના ચૂંટણી ફોર્મ મંજૂર થયા છે. જ્યારે, 7 ફોર્મ રદ થયા છે. સાબરકાંઠાની વાત કરીએ તો ભાજપના ડમી ઉમેદવાર કૌશલ્ય કુંવરબા અને કોંગ્રેસના ડમી ઉમેદવાર રાજેન્દ્રસિંહ કૂંપવાતનું ફોર્મ રદ થયું છે. જ્યારે અપક્ષ ઉમેદવાર નરેન્દ્રસિંહ પરમારનું ફોર્મ પણ રદ થયું છે.

પરશોત્તમ રૂપાલા અને CR પાટીલના ફોર્મ મંજૂર

રાજકોટની (Rajkot) વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ (Congress) વચ્ચે જોરદાર જંગ જોવા મળશે. ભાજપમાંથી પરશોત્તમ રૂપાલાનું (Parshottam Rupala) ફોર્મ મંજૂર થયું છે. જ્યારે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું (Paresh Dhanani) ફોર્મ મંજૂર થયું છે. ડમી ઉમેદવાર તરીકે ભાજપમાંથી મોહન કુંડારિયા અને કોંગ્રેસમાંથી ડમી ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ છે. નવસારીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલનું (CR Patil) ફોર્મ મંજૂર થયું છે. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈનું ફોર્મ પણ મંજૂર થયું છે.

મહેસાણા, ભાવનગર અને છોટાઉદેપુર

મહેસાણા લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 17 પૈકી 7 ફોર્મ અમાન્ય થયા છે જ્યારે 10 માન્ય રખાયા છે. ભાજપના કુલ 9 ફોર્મમાંથી મુખ્ય 4 માન્ય, જ્યારે ડમીના 4 અમાન્ય થયા છે. કોંગ્રેસની વાત કરીએ તો કુલ 3 માંથી રામજી ઠાકોરના 2 મંજૂર અને 1 ડમી અમાન્ય થયું છે. બહુજન સમાજ પાર્ટીમાંથી અમૃતલાલ મકવાણાનું 1 ફોર્મ મંજૂર થયું છે. રાષ્ટ્રનિર્માણ પાર્ટીમાંથી ઝાલા વિક્રમસિંહ બનેસિંહનું 1 ફોર્મ માન્ય થયું છે. ભાવનગરમાં (Bhavnagar) કુલ 19 ફોર્મ પૈકી 5 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. 2 ડમી ઉમેદવાર અને અન્ય 3 મળી કુલ 5 ફોર્મ રદ કરાયા છે. છોટાઉદેપુર લોકસભા બેઠક પર કુલ 18 ફોર્મ ભરાયા હતા, જે પૈકી કુલ 5 ફોર્મ રદ થયા છે.

વડોદરા, કચ્છ-મોરબી લોકસભા

વડોદરામાં (Vadodara) 22 ઉમેદવાર દ્વારા 34 નામાંકન પત્ર ભરવામાં આવ્યા હતા, જે પૈકી 14 ઉમેદવારોના 24 ઉમેદવારી પત્રો માન્ય થયા છે. જ્યારે 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય થયા છે. કચ્છ-મોરબી લોકસભા બેઠક પર કુલ 13 ફોર્મ ભરાયાં. હજુ સુધી એક પણ ફોર્મ રદ થયા નથી. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરાયા છે. પોરબંદર લોકસભા બેઠકના કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ (Lok Sabha election 2024) જોવા મળશે.

આણંદ, જામનગર અને દાહોદ

આણંદ લોકસભા બેઠક પર 7 ઉમેદવારો રહ્યા માન્ય રહ્યા. ભાજપ અને કોંગ્રેસના ડમી ફોર્મ રદ કરાયા હતા. જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 24 માંથી ત્રણ ફોર્મ રદ થતા 21 ઉમેદવારો મેદાને છે. ભાજપના પૂનમ માડમ (Poonam Madam), કોંગ્રેસના જે.પી. મારવીયા વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. દાહોદમાં 23 પૈકી 8 ફોર્મ રદ થયા 15 ફોર્મ માન્ય રખાયા છે. ભાજપ 04, કોંગ્રેસ 04, બસપા 01 અને અપક્ષના 04 ફોર્મ માન્ય રખાયા છે.

જૂનાગઢ અને ભરૂચ

જૂનાગઢમાં 26 માંથી 22 ફોર્મ રહ્યા માન્ય, 17 માંથી 15 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. કોંગ્રેસ, ભાજપ, BSP સહિતના 15 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. માન્ય રહેલા ઉમેદવારો આગામી 22 સુધી ફોર્મ પાછુ ખેંચી શકશે. ભરૂચમાં (Bharuch) લોકસભા બેઠક પર 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. 5 રાજકીય પક્ષો અને 8 અપક્ષ ઉમેદવારો મેદાને છે.

ખેડા અને બારડોલી :

ખેડા (Kheda) લોકસભા બેઠકની વાત કરીએ તો આજે મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટરની હાજરીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કુલ 14 ઉમેદવારોમાંથી 12 ઉમેદવારો મેદાને છે. જ્યારે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ભરાયેલા 2 ડમી ફોર્મ અસ્વીકાર્ય થયા છે. જ્યારે, બારડોલીમાં ભાજપના (BJP) પ્રભુ વસાવા અને કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી અને બહુજન સમાજ પાર્ટીના રેખા ચૌધરીનું ફોર્મ મંજૂર થયું હતું.

આ પણ વાંચો - Sabarkantha : BJP માટે રાહતના સમાચાર! આ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ! વાંચો વિગત

આ પણ વાંચો - Nilesh Kumbhani : સુરતમાં રાજકીય ભૂકંપ! કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવા એંધાણ, જાણો શું છે મામલો ?

આ પણ વાંચો - Chhotaudepur Election Nomination: લોકસભા ચૂંટણી અન્વયે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી

Tags :
Ashram Mahamandaleshwar Rishi Bharti BapuBaliadeva templeChamunda Mataji TempleGandhinagarGujarat FirstGujarati NewsGujarati singer Santvani TrivediJasminbhai PatelKhorajMukesh PatelMuslim SamajPran Pratishtha Mohotsavrabari samajShatchandi MahayagnaSri Siddhi Group
Next Article