Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : તરણેતર મેળાનો CM ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયો શુભારંભ

અહેવાલ  _ કૌશિક છાયા.ક્ચ્છ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ)ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો.૧૨૮૨મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો‌ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ...
kutch   તરણેતર મેળાનો cm ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયો શુભારંભ

અહેવાલ  _ કૌશિક છાયા.ક્ચ્છ

Advertisement

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ)ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો.૧૨૮૨મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો‌ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રીબીન કાપીને લોકમેળાનો શુભારંભ કરાવ્યો‌ હતો.પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધીજીને યાદ કરીને તેમને વંદન કર્યા હતા.

મેળાને માણવા પધારેલી જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી જણાવ્યું કે,વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને પ્રવાસનનું તોરણ બનાવીવર્લ્ડ ટૂરિઝમ મેપ ઉપર કચ્છનો રણોત્સવ અને કચ્છની લોક સંસ્કૃતિ, વિવિધ સ્થળોનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે.આથી જ કહેવાય છે -કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા.મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં ઉમેર્યું કે, યક્ષનો મેળો, માતાનો મઢ,હાજીપીર,કોટેશ્વર,રવેચી,જેસલ-તોરલ સમાધિ,નારાયણ સરોવર અને લખપત ગુરુદ્વારા જેવા ધાર્મિક-ઐતિહાસિક સ્થાનકો કચ્છની આગવી લોક સંસ્કૃતિના ધબકાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આફતને અવસરમાં પલટવા લોકોમાં કેળવેલી ક્ષમતા અને કચ્છીઓના ખમીર-ઝમીરથી આજે કચ્છ પૂરપાટ ગતિએ વિકાસ કરી રહ્યું છે.કચ્છના લોકોએ ભૂકંપની વેદનામાંથી ફરી બેઠા થવા સાથે ઉત્સવો, મેળાઓની ઉજવણીથી જનજીવનને ધબકતું કર્યું છે. આ લોકપ્રિય યક્ષ મેળોનો શુભારંભ કરાવવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ મુખ્યમંત્રીએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ જે માત્ર રણપ્રદેશ તરીકે ઓળખાતું હતું ત્યાં આજે ૩૦ હજાર મેગાવૉટના હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. કચ્છમાં આજે અનેક મોટા ઉદ્યોગો ધમધમતા થયાં છે. ડેરી ઉદ્યોગ થકી કચ્છમાં પશુપાલનને નવી ઊંચાઈ મળી છે. ઊંટડીના દૂધમાંથી બનતી ડેરી પ્રોડક્ટ દેશભરમાં પહોંચી છે.કચ્છના લોકોત્સવો, તહેવારો, મેળાઓ માણવા આવતા પ્રવાસીઓ સ્મૃતિવન સ્મારકની મુલાકાતે અવશ્ય જાય તેવું સ્મારક વડાપ્રધાનની પ્રેરણાથી બન્યું છે. જેના થકી કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળ્યો છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે,કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે દેશભરમાં આત્મનિર્ભર બન્યું છે. પારંપારિક ઐતિહાસિક યક્ષનો લોકમેળો પણ વિવિધ કલાકૃતિ, રમકડાં, ખાન-પાન, મનોરંજનના સાધનોના માધ્યમથી સ્થાનિક રોજગારી વૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્રની આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યો છે.આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સ્વચ્છતાના જન આંદોલનમાં સહભાગી થઈને સફળ બનાવવા ઉપસ્થિત નાગરિકોને અપીલ કરી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ મેળો માણવા આવનારા નાગરિકોને આ લોક મેળાની અને આસ્થાના પવિત્ર સ્થાનકની સ્વચ્છતા જાળવીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો મંત્ર સાકાર કરવા આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિવિધ સંસ્થા તેમજ મેળા સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજ આગેવાનો દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ મેળામાં આવેલા કચ્છના લોકો સાથે સહજ રીતે વ્યક્તિગત સંવાદ કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા બારસો વર્ષની પરંપરા અનુસાર યક્ષના મેળાનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રીને કચ્છની ધીંગી ધરા પર સ્વાગત કરીને સાંસદએ ઉમેર્યું હતું કે, આ લોકમેળો કચ્છના લોકોના હદયમાં એક આગવું સ્થાન ધરાવે છે. પવિત્ર યાત્રાધામના અંતગર્ત આ પાવન ધરાના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું સાંસદએ જણાવ્યું હતું.

અબડાસા ધારાસભ્ય  પ્રદ્યુમનસિંહ જાડેજાએ આભારવિધિ કરતા આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી યક્ષના મેળાના શુભારંભ માટે પધાર્યા તે કચ્છ માટે અનેરો પ્રસંગ છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના વિઝનમાં કચ્છ પ્રવાસનના હબ તરીકે વિકસી આવ્યું છે. વડાપ્રધાન આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના પ્રવાસન સ્થળોનો વિકાસ કરી રહી છે તેમ જણાવીને ધારાસભ્યએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  જનકસિંહ જાડેજા,  માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ , મેળા સમિતિ અધ્યક્ષ  ધીરુભાઈ પટેલ, પૂર્વ સાંસદ  પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી  વાસણભાઇ આહીર,પૂર્વ ધારાસભ્ય સર્વ રમેશભાઈ મહેશ્વરી, પંકજભાઈ મહેતા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા , આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય તેમજ જિલ્લા કલેકટર  અમિત અરોરા, પ્રાંત અધિકારી  ડૉ. મેહુલ બરાસરા તેમજ આગેવાનઓ,અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ  પણ  વાંચો -AMBAJI : અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાઈ

Tags :
Advertisement

.