Kutch : વાસુકી' નાગના અસ્તિત્વને વૈજ્ઞાનિક સમર્થન!
Kutch: સમુદ્ર મંથનની પૌરાણિક કથામાં મંદરાચલ પર્વત પર વિટરાયેલ વાસુકી નાગના (Vasuki Nag)અસ્થિત્વને વિજ્ઞાનિકો તરફથી નક્કર પૂરાવા એટલે કે સમર્થન મળ્યું છે. IIT રુડકીના (IIT Roorkee)એક અત્યંત મહત્વપૂર્ણ સંશોધનમાં (Research)ગુજરાત રાજ્યના કચ્છ સ્થિત ખાણમાંથી એક વિશાળકાય સાપનું કરોડરજ્જુ અને હાંડકાના અવશેષ મળી આવ્યા છે.
સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી મહત્વની વાર્તા
આ એ જ સાપ છે જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં જોવા મળે છે. IIT રુડકીના એક અત્યંત મહત્વપૂર્ણ સંશોધનમાં ગુજરાત રાજ્યના કચ્છ સ્થિત ખાણમાંથી એક વિશાળકાય સાપનું કરોડરજ્જુ અને હાંડકાના અવશેષ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના 27 ભાગોને રિકવર કર્યા છે. તેનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઈન્ડીકસ છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેનો આકાર આજના અજગર જેવો વિશાળ હતો. પરંતુ તે ઝેરી ન હોત. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, IIT રૂરકીના પેલેઓન્ટોલોજિસ્ટ દેબજીત દત્તાએ કહ્યું કે તેનું કદ સૂચવે છે કે તે વાસુકી નાગ હતો.
અગાઉના વૈજ્ઞાનિકો મગર માનતા હતા
2005 માં, ઉત્તરાખંડના રૂરકીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ના વૈજ્ઞાનિકોને ગુજરાતના કચ્છમાં કોલસાની ખાણમાંથી 27 મોટા હાડપિંજરના ટુકડા મળ્યા હતા. કેટલાંક હાડકાં એક સાથે જોડાયેલાં પણ જોવા મળ્યાં હતાં. ત્યારથી અત્યાર સુધી આ અવશેષોને વિશાળ મગર જેવા જીવના અવશેષો માનવામાં આવતા હતા. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે તે ખરેખર વિશ્વમાં જોયેલા સૌથી મોટા સાપમાંનો એક હતો.અભ્યાસ જણાવે છે કે અલગ અલગ મળેલા આ હાડપિંજરના ટુકડાઓ સંપૂર્ણ વિકસિત પુખ્ત સાપના છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આટલો મોટો સાપ કેવી રીતે અસ્તિત્વમાં હોઈ શકે તેના ઘણા કારણો હોઈ શકે છે. શક્ય છે કે તે સમયે વાતાવરણ તેમના માટે ખૂબ જ અનુકૂળ હોત, ખાવા માટે પુષ્કળ ખોરાક હોત અને પછી કદાચ તેમનો શિકાર કરવા માટે કોઈ ન હોત.
લંબાઈ 36 થી 49 ફૂટ, વજન 1000 કિ.ગ્રા
પેલેઓન્ટોલોજિસ્ટ અનુસાર, એનાકોન્ડા અને અજગરની જેમ તે પોતાના શિકારને દબાવીને મારી નાખતો હતો. પરંતુ જ્યારે વૈશ્વિક સ્તરે તાપમાન વધવા લાગ્યું ત્યારે તેમની વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે તેમની સામાન્ય લંબાઈ 36 થી 49 ફૂટ હતી. તેમનું વજન લગભગ 1000 કિલો હતું.
ભગવાન શિવનો નાગ, સાપનો રાજા માનવામાં આવે છે
વાસુકી નાગને હિન્દુ ભગવાન શિવનો સાપ કહેવામાં આવે છે. તેને સાપનો રાજા કહેવામાં આવતો હતો. આ પ્રાગૈતિહાસિક સાપને ટિટાનોબોવાના વિરોધી માનવામાં આવે છે. 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી ટાઇટેનોબોઆના અશ્મિ મળી આવ્યા હતા. તે લગભગ 42 ફૂટ ઉંચો હતો. વજન લગભગ 1100 કિલો હતું. આ સાપ પાંચ કરોડ વર્ષ પહેલા જોવા મળ્યો હતો.
આ સાપ અંગે હજુ શોધખોળ શરૂ છે
આ સાપ સેનોઝોઇક યુગમાં રહેતો હતો.એટલે કે લગભગ 6.60 કરોડ વર્ષ પહેલાં તેનું અસ્તિત્વ હતું પછી ડાયનાસોર યુગનો અંત આવ્યો. વાસુકી નાગના કરોડરજ્જુના હાડકાનો સૌથી મોટો ભાગ જે આપણને મળ્યો છે તે સાડા ચાર ઈંચ પહોળો છે.આ દર્શાવે છે કે વાસુકી નાગાનું શરીર ઓછામાં ઓછું 17 ઇંચ પહોળું હતું. હાલ તેની ખોપરી મળી નથી, શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો - Poonam Madam : ફોર્મ ભરતા પૂર્વે પૂનમ માડમ થયાં ભાવુક, માતાનાં આશીર્વાદ લીધા, પછી કહી આ વાત!
આ પણ વાંચો - VADODARA : પોસ્ટલ બેલેટથી મતદાન માટે 13 હજારથી વધુ ફોર્મ સોંપાયા
આ પણ વાંચો - Lok Sabha Election 2024: લલિત વસોયાએ મતદારો પાસે માંગ્યા 10-10 રૂપિયા