ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch : પોલીસકર્મીઓ પર કાર ચઢાવી હત્યાના પ્રયાસ મામલે બુટલેગર, મહિલા કોન્સ્ટેબલની ધરપકડ

કચ્છના (Kutch) ભચાઉમાં LCB ની ટીમ પર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કચ્છ પોલીસે કાર્યવાહી કરી ચીરઈના બુટલેગર યુવરાજસિંહ અને CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની (Neeta...
01:35 PM Jul 01, 2024 IST | Vipul Sen

કચ્છના (Kutch) ભચાઉમાં LCB ની ટીમ પર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કચ્છ પોલીસે કાર્યવાહી કરી ચીરઈના બુટલેગર યુવરાજસિંહ અને CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની (Neeta Chaudhary) ધરપકડ કરી છે. બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની સાથે મહિલા કોન્સ્ટેબલ પણ હતી એવો આરોપ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસકર્મીઓ પર બુટલેગરે કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો

મળતી માહિતી મુજબ, ગત રાત્રે પૂર્વ કચ્છ પોલીસને (Kutch Police) બાતમી મળી હતી કે કચ્છના ભચાઉ (Bhachau) પાસે આવેલા ચોપડવા બ્રિજ નજીક થાર કારમાં (Thar Car) કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમીના આધારે ભચાઉ પોલીસે (Bhachau Police) હાઈવે પર તપાસ શરૂ કરી હતી. દરમિયાન, ભચાઉના ચોપડવા પાસે શંકાસ્પદ થાર કાર દેખાઈ હતી. પોલીસે થાર કારની તપાસ કરતા કારના ડ્રાઈવરે કાર ભગાવી પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. LCB ની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ પણ કર્યું હતું.

બુટલેગર સાથે CID બ્રાન્ચ મહિલા પોલીસકર્મીની ધરપકડ

આ કેસમાં હવે પોલીસે ચીરઈના બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની (Neeta Chaudhary) ધરપકડ કરી છે. આરોપ છે કે, ઘટના સમયે બુટલેગર સાથે CID ક્રાઇમમાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ દારૂની હેરાફેરી સાથે 16 થી વધુ ગુના નોંધાયેલા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. બુટલેગરની થારમાંથી 16 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે ભચાઉ પોલીસે (Bhachau Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, મહિલા કોન્સ્ટેબલની ધરપકડ બાદ ચકચાર મચી જવા પામી છે. સવાલ થઈ રહ્યા છે કે, મહિલા પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે શું સંબંધ છે ? મહિલા પોલીસકર્મી બુટલેગરને કેવી રીતે અને ક્યારથી મદદ કરી રહી હતી ?

 

આ પણ વાંચો - Bhavnagar : તંત્રની બેદરકારીનાં લીધે ઢોરવાડામાં કાદવ-કિચડનું સામ્રાજ્ય! અનેક પશુઓનાં મોત

આ પણ વાંચો - Himmatnagar માં હડકાયા શ્વાનના આતંકથી 35 વ્યક્તિને ઇજા

આ પણ વાંચો -  Surat : મુસાફરોથી ભરેલી ST બસ અચાનક પલટી મારી, ચોંકાવનારા CCTV ફૂટેજ વાઇરલ

Tags :
Bhachau LCBBootlegger Yuvraj Singh JadejaChopdwa BridgeCrime NewsEast Kutch Policefemale police officer Neeta ChaudharyGujarat FirstGujarati NewsKutchKutch Policewoman constable
Next Article