Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પરશોત્તમ રૂપાલા માટે સૌથી મોટી રાહતના સમાચાર, 108 આગેવાનોનું જાહેર સમર્થન

GANDHINAGAR : કેન્દ્રિય મંત્રી અને રાજકોટથી ભાજપના લોકસભા ઉમેદવાર (RAJKOT BJP LOKSABHA CANDIDATE) પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આજરોજ 108 ક્ષત્રિય આગેવાનો દ્વારા ભાજપને (LEADER SUPPORT BJP) સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આગામી...
પરશોત્તમ રૂપાલા માટે સૌથી મોટી રાહતના સમાચાર  108 આગેવાનોનું જાહેર સમર્થન
Advertisement

GANDHINAGAR : કેન્દ્રિય મંત્રી અને રાજકોટથી ભાજપના લોકસભા ઉમેદવાર (RAJKOT BJP LOKSABHA CANDIDATE) પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આજરોજ 108 ક્ષત્રિય આગેવાનો દ્વારા ભાજપને (LEADER SUPPORT BJP) સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ ક્ષત્રિય આગેવાનો ભાજપના સમર્થનમાં આવી શકે છે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

પાટીલ સાથેની મુલાકાત સમર્થન જાહેર

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર (RAJKOT BJP LOKSABHA CANDIDATE) પરશોત્તમ રૂપાલા (PARSHOTTAM RUPALA) સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય આંદોલન વચ્ચે 108 ક્ષત્રિય આગેવાનો દ્વારા ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ આગેવાનોની ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે મુલાકાત થઇ હતી. તે બાદ તેમણે ભાજપને જાહેરમાં સમર્થન જાહેર કર્યું છે.

Advertisement

રોષ માત્ર રૂપાલા સામે

આ તકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે. ક્ષત્રિયોનો રોષ માત્ર રૂપાલા સામે છે. તેઓ ભાજપ કે મોદીજીના વિરોધમાં નથી. તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનો દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની મુલાકાત બાદ જણાવાયું છે કે, અમે ભાજપ સાથે હતા, છીએ અને રહીશું. અમારો વિરોખ રૂપાલા સામે છે, પરંતુ અમારૂ સમર્થન ભાજપને છે.

Advertisement

આ બેઠક વધુ રસપ્રદ બનતી જાય છે

અત્રે નોંધનીય છે કે, પરશોત્તમ રૂપાલા તેમના નિવેદનને લઇને અગાઉ અનેક વખત માફી માંગી ચુક્યા છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે, તેમ તેમ વિરોધથી વધારે પરશોત્તમ રૂપાલાને સમર્થન મળી રહ્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે.
સુત્રો જણાવી રહ્યા છે કે, આવનાર સમયમાં પરશોત્તમ રૂપાલાને વધુ આગેવાનોનું સમર્થન મળી શકે તેમ છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીએ ઝંપલાવ્યું છે. બંને અગાઉ પણ સામસામી ચૂંટણી લડી ચુક્યા છે. જેને લઇને આ બેઠક વધુ રસપ્રદ બનતી જાય છે.

આ પણ વાંચો --VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ-શો યોજાશે

Tags :
Advertisement

.

×