Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kshatriya Karni Sena : નવા અધ્યક્ષે રાહુલ ગાંધી વિવાદ અને સંકલન સમિતિને લઈ કહી આ વાત!

અમદાવાદમાં ક્ષત્રિય કરણી સેના પરિવારની (Kshatriya Karni Sena) ગુજરાત રાજ્ય કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય કરણી સેનાના નવનિયુક્ત હોદ્દેદારની નિયુક્તિ કરાઈ હતી. જે હેઠળ ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના નવા અધ્યક્ષ તરીકે યશરાજસિંહ ગોહિલની (Yashraj Singh Gohil)...
kshatriya karni sena   નવા અધ્યક્ષે રાહુલ ગાંધી વિવાદ અને સંકલન સમિતિને લઈ કહી આ વાત

અમદાવાદમાં ક્ષત્રિય કરણી સેના પરિવારની (Kshatriya Karni Sena) ગુજરાત રાજ્ય કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય કરણી સેનાના નવનિયુક્ત હોદ્દેદારની નિયુક્તિ કરાઈ હતી. જે હેઠળ ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના નવા અધ્યક્ષ તરીકે યશરાજસિંહ ગોહિલની (Yashraj Singh Gohil) વરણી કરવામાં આવી છે. જ્યારે, ઉપાધ્યક્ષ તરીકે શૈલેન્દ્રસિંહ ઠાકુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચંદુભા પરમાર અને કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ તરીકે ગીતાબા પરમારની નિમણૂક કરાઈ છે.

Advertisement

આજે અમદાવાદમાં (Ahmedabad) ક્ષત્રિય કરણી સેના પરિવારની ગુજરાત રાજ્ય કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રીય કાર્યકારિણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં કરણી સેનાના નવનિયુક્ત હોદ્દેદારની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ તરીકે યશરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી. જ્યારે, ઉપાધ્યક્ષ તરીકે શૈલેન્દ્રસિંહ ઠાકુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચંદુભા પરમાર, કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ તરીકે ગીતાબા પરમાર (Geetaba Parmar), મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પારુલબા વાઘેલા અને રાષ્ટ્રીય સંયોજક તરીકે ઉમેદસિંહ કરિરીની નિમણૂક કરવામાં આવી છે.

નવા અધ્યક્ષ યશરાજસિંહ ગોહિલ

Advertisement

ગુજરાત અને દેશના વિકાસ માટે કરણી સેના હંમેશાં કામ કરશે : યશરાજસિંહ

આ પ્રસંગે નવનિયુક્ત અધ્યક્ષ યશરાજસિંહ ગોહિલે ( Yashraj Singh Gohil) ગુજરાત ફર્સ્ટ (Gujarat First,) સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાત અને દેશના વિકાસ માટે કરણી સેના (Kshatriya Karni Sena) હંમેશાં કામ કરશે. સાથે જ તેમણે રાહુલ ગાંધીએ આપેલા વિવાદાસ્પદ નિવેદનને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું અને કહ્યું હતું કે, છેલ્લા અમુક સમયથી નેતાઓ મત માટે ગમે તેવા નિવેદન આપતા હોય છે. ઇતિહાસ સાથે આવા લોકોએ છેડખાની ન કરવી જોઈએ. નોલેજ વગરના લોકો આવું કોઈ નિવેદન આપે તો હું તેને વખોડું છું. અમે કોઈ પાર્ટી સાથે નથી માત્ર અમારા સમાજ સાથે છીએ.

'સંકલન સમિતિને હું ગણકારતો નથી'

સંકલન સમિતિ અંગે તેમણે કહ્યું કે, સંકલન સમિતિને હું ગણકારતો નથી. સંકલન સમિતિના આગેવાનો પોતે કે એજ સાચું અને મીડિયામાં પોતાનું પ્રભુત્વ જમાવતા રહે તે અયોગ્ય છે. સમાજને સાથે લઈને ચાલવું જોઈએ. અમને ઘણી બધી તેમની બાબતો પર ડાઉટ છે, અને એટલે જ અમે તેમનો બહિષ્કાર કર્યો છે. 5 જણાં નક્કી કરે અને અમે સમાજના આગેવાનો સૂચન આપીએ તો તે અમને મંજૂરી નથી.

Advertisement

આ પણ વાંચો - Rahul Gandhi : દમણમાં સભા સંબોધી પણ ક્ષત્રિયોની માફી ના માંગતા અનેક સવાલ!

આ પણ વાંચો - Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન સામે ક્ષત્રિયોમાં આક્રોશ, વાંચો કોણે શું કહ્યું ?

આ પણ વાંચો - Padminiba : રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે : પદ્મિની બા

Tags :
Advertisement

.