Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kinjal Dave : કિંજલ દવેના ફેન્સ માટે સારા સમાચાર, ‘ચાર ચાર બંગડીવાળી’ ને લઈ આવ્યો મહત્ત્વનો ચુકાદો

ગુજરાતી સિંગર કિંજલ દવેને (Kinjal Dave) મોટી રાહત મળી છે. તેના લોકપ્રિય ગીત ‘ચાર ચાર બંગડીવાળી' ને લઈને મોટો ચુકાદો આવ્યો છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટે (Ahmedabad City Civil Court) RDC મીડિયા કંપનીના દાવાને નકાર્યો છે. કોર્ટના આદેશ બાદ હવે...
07:03 PM Jan 30, 2024 IST | Vipul Sen

ગુજરાતી સિંગર કિંજલ દવેને (Kinjal Dave) મોટી રાહત મળી છે. તેના લોકપ્રિય ગીત ‘ચાર ચાર બંગડીવાળી' ને લઈને મોટો ચુકાદો આવ્યો છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટે (Ahmedabad City Civil Court) RDC મીડિયા કંપનીના દાવાને નકાર્યો છે. કોર્ટના આદેશ બાદ હવે સિંગર કિંજલ દવે જાહેર મંચ પર ‘ચાર ચાર બંગડી’ ગીત ગાઈ શકશે. કિંજલ દવેના ફેન્સ માટે આ ખૂબ જ સારા સમાચાર છે.

ગુજરાતી સિંગર કિંજલ દવેને (Kinjal Dave) ‘ચાર ચાર બંગડીવાળી’ ગીતથી (Char Char Bangdi) ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ ગીત પછી કિંજલ દેવને ગુજરાત સિવાય દેશ-વિદેશથી શો માટે બોલાવવામાં આવતી હતી. જો કે, આ ગીતના કારણે સિંગર કિંજલ દવે વિવાદમાં પણ સપડાઈ હતી. આ ગીતની સામે અરજદાર કાર્તિક પટેલ (Karthik Patel) દ્વારા સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં રહેતા સિંગર કાર્તિક પટેલ અને તેની કંપનીએ દાવો કર્યો હતો કે આ ગીત તેમણે લખ્યું, ગાયું અને કમ્પોઝ પણ કર્યું હતું. કાર્તિક પટેલની ફરિયાદ બાદ આ મામલે સિટી સિવિલ સેશન્સ કોર્ટે (City Civil Sessions Court) તમામ દલીલો સાંભળી મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો અને સિંગર કિંજલ પટેલને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. સાથે જ દંડની રકમ 7 દિવસની અંદર અરજદાર કાર્તિક પટેલને (Karthik Patel) ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.

જો કે, હવે સિંગર કિંજલ દવે (Kinjal Dave) અને તેના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. કિંજલ દવેને મોટી રાહત મળી છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટે આ મામલે આદેશ કર્યો છે કે કિંજલ દવે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈ શકશે. આ સાથે RDC મીડિયા કંપનીના દાવાને કોર્ટે નકાર્યો છે. જણાવી દઈએ કે, લાંબા સમયથી આ મામલે સિટી સિવિલ કોર્ટમાં દલીલ ચાલી રહી હતી. અગાઉ સિટી સિવિલ સેશન્સ કોર્ટે (City Civil Sessions Court) કિંજલ દવેને ગીત ગાવા પર રોક લગાવી હતી. જો કે, હવે અમદાવાદ સિટી સિવિલ કોર્ટના આદેશ પછી કિંજલ દવેએ મોટો હાશકારો અનુભવ્યો છે.

 

આ પણ વાંચો - Rajkot : જાણીતી વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ, દર્દીના પરિવારના ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો

 

Tags :
'Char Char Bangdi' songAhmedabad City Civil CourtCity Civil Sessions CourtGujarat FirstGujarati NewsKarthik PatelKinjal Dave
Next Article