Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

King Of Salangpur Controversy : સાળંગપુર ભીંતચિત્રો વિવાદનો આખરે અંત!

સાળંગપુરમાં સાધુ સંતોની સ્વામિનારાયણના સંતો સાથે બેઠક થઇ છે. જેમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં આવશે. સાળંગપુરના કોઠારી સ્વામીએ 2 દિવસનો સમય માંગ્યો છે. સુખદ સમાધાન લાવવા અંગે બેઠકમાં વાતચીત થઇ છે.       ભીંતચિત્રો 2 દિવસમાં દૂર કરવા આશ્વાસન...
king of salangpur controversy   સાળંગપુર ભીંતચિત્રો વિવાદનો આખરે અંત

સાળંગપુરમાં સાધુ સંતોની સ્વામિનારાયણના સંતો સાથે બેઠક થઇ છે. જેમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં આવશે. સાળંગપુરના કોઠારી સ્વામીએ 2 દિવસનો સમય માંગ્યો છે. સુખદ સમાધાન લાવવા અંગે બેઠકમાં વાતચીત થઇ છે.

Advertisement

Advertisement

ભીંતચિત્રો 2 દિવસમાં દૂર કરવા આશ્વાસન અપાયું
ભીંતચિત્રો 2 દિવસમાં દૂર કરવા આશ્વાસન અપાયું છે. પ્રતિનિધિ મંડળે જણાવ્યું છે કે બે દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવાનું આશ્વાસન આપ્યું છે. કથામાં સ્વામી ક્યારેય બફાટ નહીં કરે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં વિવાદનું નિરાકરણ આવે તેવી શક્યતા છે. જગદેવદાસ બાપુએ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારનો હલ્લાબોલ કે કૃત્ય નહીં કરવું. 2 દિવસમાં યોગ્ય થઈ જશે તેવી બાંહેધરી અપાઈ છે.

Advertisement

નૌતમ સ્વામી સામે અમે વાંધા રજૂ કર્યા હતા
નૌતમ સ્વામીની હકાલપટ્ટી બાદ જ્યોતિર્નાથનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સંત સમાજ એક થયો છે, લડી લેવા તૈયાર છે. નૌતમ સ્વામી સામે અમે વાંધા રજૂ કર્યા હતા. લખનઉમાં અમારો અવાજ પહોચ્યો છે. સંઘ સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી થઇ છે. સાધુ સંતો સારંગપુર ધામ પહોંચ્યા છે. આ ઘટના પછી દરેકનો આત્મા દ્રવી ઉઠ્યો છે. નૌતમ સ્વામીની અખિલ સંત સમુદાયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જેમાં હનુમાનજીનાં અપમાનને લઈ નૌતમ સ્વામીની હકાલપટ્ટી થઇ છે. ત્યારે નૌતમ સ્વામીને ગુજરાત પ્રમુખ પદેથી હટાવાયા છે. લખનૌમાં અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે.

Tags :
Advertisement

.