Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Khoraj : ખોરજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું, ઘરે ધજા ફરકાવી

ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે. હિન્દુ સમુદાયનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થયા છે. વર્ષોના ત્યાગ, સંઘર્ષ, બલિદાન અને તપ બાદ આ સ્વપ્ન પૂર્ણ થયું છે. દેશભરમાં...
07:43 PM Jan 22, 2024 IST | Vipul Sen
ખોરજમાં શોભાયાત્રા

ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ રામમય બની ગયો છે. હિન્દુ સમુદાયનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ રામમંદિરમાં (Ram Mandir) બિરાજમાન થયા છે. વર્ષોના ત્યાગ, સંઘર્ષ, બલિદાન અને તપ બાદ આ સ્વપ્ન પૂર્ણ થયું છે. દેશભરમાં રામભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. મહાઆરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે. આ વચ્ચે અમદાવાદના (Ahmedabad) ખોરજ (Khoraj) ગામે કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.

ખોરજમાં શોભાયાત્રા

ખોરજમાં શોભાયાત્રા

ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ પટેલ

જણાવી દઈએ કે, અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખોરજ (Khoraj) ગામે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. રામમંદિરની (RamTemple) શોભાયાત્રાનું ગામના મુસ્લીમ સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં અવ્યું. મુસ્લિમ બિરાદરો અને આગેવાનોએ (Hindu-Muslim Unity) રામમંદિર શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. સાથે જ મુસ્લિમભાઈઓએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર બનતા વર્ષોના વિવાદનો સુખદ અંત આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટના MD જસ્મિનભાઈ પટેલ

ખોરજમાં શોભાયાત્રા

ગુજરાત ફર્સ્ટના ચેરમેન અને એમડી શોભાયાત્રામાં જોડાયા

આ સાથે ખોરજ ગામના મુસ્લિમભાઈઓએ કહ્યું કે, અમારા ગામમાં હિંદુ- મુસ્લિમ (Hindu-Muslim Unity) જેવું કઈ છે જ નથી. અમે બધા સાથે હળીમળીને રહીએ છીએ અને એકબીજાના સુખ-દુ:ખમાં સાથે રહીએ છીએ. અમે એક-બીજાની ધાર્મિક લાગણીઓનો પણ ખૂબ જ સન્માન કરીએ છીએ. ખોરજમાં (Khoraj) યોજાયેલ શોભાયાત્રામાં ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ પટેલ અને એમડી જસ્મિનભાઈ પટેલ (Jasminbhai Patel) પણ ખાસ હાજર રહ્યા હતા. ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ પટેલે (Mukeshbhai Patel) જણાવ્યું હતું કે, ખોરજ ગામના મુસ્લિમભાઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આનંદ વ્યક્ત કર્યો છે અને હિન્દુભાઈઓની શુભેચ્છા પાઠવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ખોરજ ગામે મુસ્લિમભાઈઓએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને કેટલાક મુસ્લિમ પરિવારે પોતાના ઘરે 'જય શ્રી રામ'ની (Jai Shri Ram) ધજા પણ ફરકાવી હતી. ખોરજ ગામ એ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે.

ખોરજમાં શોભાયાત્રા

ખોરજમાં શોભાયાત્રા

 

ખોરજમાં શોભાયાત્રા

ખોરજમાં શોભાયાત્રા

ખોરજમાં શોભાયાત્રા

 

 

આ પણ વાંચો - Amit Shah : રામોત્સવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, જાણો વિગત

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAyodhyaChairman of Gujarat FirstGujarat FirstGujarati NewsHindu-Muslim Unityjai shri ramKhorajlordramMD Jasminbhai PatelMukeshbhai PatelMuslim communitypm modiPranPratishtaram mandirRam Mandir Pran Pratishtha MohotsavramlallaRamTempleshobhayatra
Next Article