Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda Antisocial Act: મહેદાવાદમાં અસામાજિક તત્વોએ ભારે તોડફોટ સાથે આગચાંપીને અંજામ આપ્યો

Kheda Antisocial Act: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં રાત્રિના સમયે માથાભારે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ત્યારે ઘટનાને લઈ ભારે અફરાતફરી મચી પડી હતી. તે ઉપરાંત આ ઘટનામાં આગચાંપી અને તોડફોડ જેવી ઘટના સામે આવી હતી. મહેમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક અસામાજિક...
kheda antisocial act  મહેદાવાદમાં અસામાજિક તત્વોએ ભારે તોડફોટ સાથે આગચાંપીને અંજામ આપ્યો

Kheda Antisocial Act: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં રાત્રિના સમયે માથાભારે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ત્યારે ઘટનાને લઈ ભારે અફરાતફરી મચી પડી હતી. તે ઉપરાંત આ ઘટનામાં આગચાંપી અને તોડફોડ જેવી ઘટના સામે આવી હતી.

Advertisement

  • મહેમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક
  • અસામાજિક તત્વોએ હુમલામાં 4 બાઈક સળગાવી
  • સ્થાનિકોના કહ્યા પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધી

Kheda Antisocial Act

મળતી માહિતી મુજબ મહેમદાવાગમાં આવેલા રેલ્વેના ગરનાળા પાસે સ્થાનિક માથાભારે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.જોકે આ ઘટના મહેદાવાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રસિકભાઈ સોઠા પરમારના રહેઠાણ પાસે બની હતી. સ્થાનિકોનું કહ્યા પ્રમાણે, મહેમદાવાદમાં આવેલા બોડીરોજી વિસ્તારના દેવીપૂજક લોકોનું આ કૃત્ય હતું.

Advertisement

અસામાજિક તત્વોએ હુમલામાં 4 બાઈક સળગાવી

ત્યારે બોડીરોજી વિસ્તારમાં રહેતા દેવીપૂજક દ્વારા રેલ્વેના ગરનાળા પાસે અન્ય જૂથ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારે તેને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં અસામાજિક તત્વોએ બે જગ્યા પર કુલ 4 બાઈક પણ સળગાવી હતી .

Kheda Antisocial Act

Advertisement

સ્થાનિકોના કહ્યા પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધી

ત્યારે આ મામલે સ્થાનિક પોલીસે સમગ્ર ઘટના અંગે ઘટના સ્થળ પર હાજર લોકો પાસેથી માહિતી મેળવી ફરિયાદ નોંધી છે. તે ઉપરાંત આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા તમામ અસામાજિક તત્વોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Rupala Controversy : રાજ્યભરમાં વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું

આ પણ વાંચો: C R Patil At Navsari: નવસારીમાં કુલ 44 હજાર બાળકીઓને એકસાથે સુકન્યા યોજનાનો મળ્યો લાભ

આ પણ વાંચો: વિવાદાસ્પદ ટિપ્પણી બાદ માફી ન માંગતા મોરબી પાટીદાર સમાજમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ રોષ

Tags :
Advertisement

.