Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junior Clerk: આ તારીખે કરી શકશો કોલલેટર ડાઉનલોડ

Junior Clerk : જુનિયર ક્લાર્ક (Junior Clerk)સહિતના કેડરની પરીક્ષાને લઈ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા GSSSB Clerk Recruitment)મોકૂફ રાખી હતી.લોકસભાની ચૂંટણીને કારણે 20, 21,27, 28 એપ્રિલ અને 4, 5...
junior clerk  આ તારીખે કરી શકશો કોલલેટર ડાઉનલોડ

Junior Clerk : જુનિયર ક્લાર્ક (Junior Clerk)સહિતના કેડરની પરીક્ષાને લઈ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા GSSSB Clerk Recruitment)મોકૂફ રાખી હતી.લોકસભાની ચૂંટણીને કારણે 20, 21,27, 28 એપ્રિલ અને 4, 5 મેના રોજ લેવાનારી પરીક્ષા મોકૂફ (Postponed Examination)રાખવામાં આવી હતી. જે હવે તારીખ 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ 4 શિફ્ટમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.તમામ ઉમેદવારોએ નવા કોલલેટર તા. 8-5-2024 ના રોજ થી ડાઉનલોડ કરી શકશો.

Advertisement

નવી તારીખ જાહેર પરીક્ષાની

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 ની મુલતવી રહેલી પરીક્ષા તારીખ 11 અથવા 13મી મે થી લઈને 20મી મે સુધીમાં પૂરી કરવામાં આવી શકે છે. અત્યાર સુધી 2,88,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. તારીખ 8 અને 9 વધુ 60000 ઉમેદવારો પરીક્ષા આપશે. કુલ 5,19,000 માં બાકી રહેલા ઉમેદવારો 20 મી એપ્રિલ સુધીમાં પરીક્ષા આપશે.

Advertisement

મતદાન દિવસ બાદની પરીક્ષાઓ પણ યથાવત રહેશે. મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને સ્થતિગત કરાયેલી પરીક્ષાઓ લેવાશે. હવે આ મોકૂફ કરેલી પરીક્ષાનો નવો કોલ લેટર બનાવાશે. નવી તારીખ વિષે વાત કરવામાં આવે તો લગભગ તો ચૂંટણી પંચની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાઈ હતી. ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

કુલ 5,554 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની CCEની પરીક્ષા ચાર સેશનમાં CBRT પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.

8 મેથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

આ પરીક્ષા MCQ પ્રકારની હોય છે અને 100 માર્ક્સનું પેપર લેવાય છે જેમાં સાચો વિકલ્પ પસંદ કરનારા ઉમેદવારને 1 માર્ક અને ખોટો જવાબ પસંદ કરનારા ઉમેદવાર માટે નેગેટિવ માર્કિંગ હશે જે 0.25 ગુણ છે. સાચો જવાબ ખબર ન હોય સવાલને સ્કિપ કરવા પર નેગેટિવ માર્કિંગ થશે નહીં. જે અગાઉ જે તારીખની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી તેની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. સુધારેલી તારીખની પરીક્ષાના કોલલેટર વિદ્યાર્થીઓ મતદાનના બીજે દિવસે એટલે કે 8 મેથી ડાઉનલોડ કરી શકશે.

આ પણ  વાંચો- GSSSB Clerk Recruitment : ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર

આ પણ  વાંચો- Rajkot : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં લેઉવા-કડવા પાટીદાર એક મંચ પર, આ તારીખે યોજાશે સ્નેહમિલન સમારોહ

આ પણ  વાંચો- VADODARA : પ્રથમ વખતના મતદારો એવા 1082 યુવાનોની “ચુનાવ દૂત” તરીકે પસંદગી

Tags :
Advertisement

.