જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણી લો ખરેખર શું છે વાસ્તવિકતા
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખને લઈને ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે એકાએક સોશિયલ મીડિયામાં 9 તારીખે જૂનિયર ક્લર્કની પરીક્ષાની વાત વહેતી થઈ હતી. ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ પરીક્ષા લેવાય એ પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયો હતો. પરંતુ પળભરમાં જ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા ખુલાસો કરીને જણાવ્યું
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખને લઈને ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે એકાએક સોશિયલ મીડિયામાં 9 તારીખે જૂનિયર ક્લર્કની પરીક્ષાની વાત વહેતી થઈ હતી. ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ પરીક્ષા લેવાય એ પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયો હતો. પરંતુ પળભરમાં જ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા ખુલાસો કરીને જણાવ્યું હતું કે હજુ સુધી અમે કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Advertisement
હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આ તારીખમાં કોઈ તથ્ય નથી અને અમે હજુ સુધી કોઈ તારીખો જાહેર કરી નથી.
Advertisement
આ વિશે જણાવી દઈએ કે ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ પરીક્ષા લેવાય એ પ્રકાર સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયો હતો. જેમાં 9 એપ્રિલે 11થી 12ની વચ્ચે પરીક્ષા યોજાવાની વાત વહેતી કરવામાં આવી હતી. પરંતુ ક્ષણભરમાં આ સમાચારને રદિયો મળ્યો હતો. આ સમાચારમાં પંચાયત સેવા મંડળે ખુલાસો કર્યો હતો કે ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા હજુ સુધી પરીક્ષાને લઈને સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
9 એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે
મહત્વનું છે કે 9 એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે એ અંગે પંચાયત સેવા મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી પંચાયત સેવા મંડળ દ્વારા કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરી મહિનામાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ સરકાર વિરુદ્ધ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સરકારે સમગ્ર મામલે 100 દિવસમાં ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી.
આપણ વાંચો-ગુજરાતમાંથી આઇફોન ચોરી, બાંગ્લાદેશ પહોંચાડવાની મોડેસ ઓપરેન્ડી, પકડાયેલા આરોપીએ ચોર્યા હતા 500 આઇફોન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.