Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : મહાશિવરાત્રીના મેળાને લઈ પૂરજોશમાં તૈયારીઓ, મનપાએ 90 પ્લોટની ફાળવણી કરી શરૂ

જુનાગઢમાં (Junagadh) મહાશિવરાત્રીના (Mahashivratri) મેળાની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જુનાગઢ મનપા દ્વારા મહાશિવરાત્રિના મેળાને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ પ્લોટની હરાજીની ફાળવણી કરવામાં આવી છે. આ વખતે ભવનાથ (Bhavnath) વિસ્તારમાં મહાનગર પાલિકાના કુલ 90 પ્લોટની ફાળવણી કરાશે. ઉલ્લેખનીય છે કે,...
junagadh   મહાશિવરાત્રીના મેળાને લઈ પૂરજોશમાં તૈયારીઓ  મનપાએ 90 પ્લોટની ફાળવણી કરી શરૂ

જુનાગઢમાં (Junagadh) મહાશિવરાત્રીના (Mahashivratri) મેળાની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જુનાગઢ મનપા દ્વારા મહાશિવરાત્રિના મેળાને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ પ્લોટની હરાજીની ફાળવણી કરવામાં આવી છે. આ વખતે ભવનાથ (Bhavnath) વિસ્તારમાં મહાનગર પાલિકાના કુલ 90 પ્લોટની ફાળવણી કરાશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પ્લોટની ફાળવણી થકી મનપાને રૂ. 13 થી 14 લાખની આવક થાય છે.

Advertisement

મહાશિવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જુનાગઢમાં (Junagadh) યોજાનારા મહાશિવરાત્રિના મેળા માટે સ્થાનિક તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગર પાલિકા (Municipal Corporation) દ્વારા કોમર્શિયલ પ્લોટની હરાજી ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, ભવનાથ (Bhavnath) વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા કુલ 90 પ્લોટની હરાજી ફાળવણી કરાશે, જેમાં 30 પ્લોટ સરકારી વિભાગોને અને 60 પ્લોટ કોમર્શિયલ હેતું માટે ફાળવણી કરાશે. મેળા દરમિયાન ચકડોળ, ખાણી-પીણી, ચીજ-વસ્તુઓ માટે પ્લોટની ફાળવણી પ્રક્રિયા શરૂ કરાઈ છે.

Advertisement

જણાવી દઈએ કે, જુનાગઢમાં (Junagadh) ભવનાથ ખાતે યોજાનારા મહાશિવરાત્રિ મેળામાં મોટી સંખ્યામાં શિવભક્તો મુલાકાત લેતા હોય છે. ત્યારે આ વર્ષે પણ મેળામાં શિવભક્તોનો ભારે ઘસારો થાય તેવી સંભાવના છે. આથી મેળા દરમિયાન સાફ-સફાઈ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, પ્રસાદી સહિતનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ મહાનગર પાલિકાને પ્લોટ ફાળવણીમાંથી અંદાજે 13 થી 14 લાખ રૂપિયાની આવક થાય છે.

Advertisement

આ પણ વાંચો - Fake : સોશિયલ મીડિયામાં ફરતા આ પત્રને તમે સાચો ના માનતા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.