Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જસદણ : સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલા અને શખ્સને પોલીસે ઝડપી પાડ્યા

અહેવાલ -વિશ્વાસ ભોજાણી,ગોંડલ    રાજકોટ જિલ્લા ના જસદણ શહેર માં 8 ઓગસ્ટ ના દિવસે ફરિયાદી કૈલાશબેન બપોર 11 વાગ્યા આસપાસ જસદણ શહેર માં કપડાંની દુકાન માં ખરીદી કરવા ગયા હતા ત્યાં પાકીટ માં રાખેલ સોનાના દાગીના એક સોનાનો ચેન, સોનાનું...
04:59 PM Aug 10, 2023 IST | Hiren Dave

અહેવાલ -વિશ્વાસ ભોજાણી,ગોંડલ 

 

રાજકોટ જિલ્લા ના જસદણ શહેર માં 8 ઓગસ્ટ ના દિવસે ફરિયાદી કૈલાશબેન બપોર 11 વાગ્યા આસપાસ જસદણ શહેર માં કપડાંની દુકાન માં ખરીદી કરવા ગયા હતા ત્યાં પાકીટ માં રાખેલ સોનાના દાગીના એક સોનાનો ચેન, સોનાનું પેન્ડલ, અને બે સોનાની વિટી સહિત નું પાકીટ કોઈ અજાણ્યા વ્યક્તિ ચોરી ગયું હતું જેની ફરિયાદ જસદણ શહેર પોલીસ માં નોંધાવા પામી હતી.

 

ગોંડલ શહેરના સરકારી હોસ્પિટલ સામે આવેલા ખાડા માં અનેક ચોરીને અંજામ આપેલા લોકો રહે છે જાણે જિલ્લામાં ચોરીનું એપી સેન્ટર ગોંડલ ના ખાડા વિસ્તારને ગણવામાં આવ્યું છે ત્યારે ગોંડલ સરકારી હોસ્પિટલ ચોકમાં ગઇ કાલે 9 ઓગસ્ટ ના ગોંડલ શહેર પોલીસ ના સર્વેલન્સ સ્ટાફ ને બાતમી મળેલ કે જસદણ શહેર માંથી ચોરી થયેલ સોનાના દાગીના ચોરી કરનાર મહિલા અને એક શખ્સ ઉભા છે બન્ને ની તપાસ કરતા દિલીપ સાસકીયા અને દિવ્યા દિનેશ સોલંકી એ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું જે આધારિત એક સોનાનો ચેન, એક સોનાનું પેન્ડલ, બે સોનાની વીંટી સહિત નો કુલ 1 લાખ નો મુદામાલ કબ્જે કરી બન્ને ને ગોંડલ પોલીસ સ્ટેશન બાદ જસદણ શહેર પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યા હતા અને આગળ વધુ કાર્યવાહી જસદણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

 

સોનાના દાગીના ની ચોરી કરનાર ને ગોંડલ પોલીસે ઝડપી પાડ્યા

ગોંડલ ડિવિઝન DYSP કે.જી.ઝાલા, ઇન્ચાર્જ PI એ.સી.ડામોર, ASI મોહિતભાઈ સિંધવ, HC હાર્દિકભાઈ કેરાળિયા, વિપુલભાઈ ગુજરાતી, રમેશભાઈ પરમાર, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જયસુખભાઈ ગરાંભડિયા, રાજદીપસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ ડોડીયા અને નયનભાઈ ડાભી દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

આ આપણ  વાંચો -AHMEDABAD: સિવિલ હોસ્પિટલમાં 125 મું અંગદાન, ખેડા જિલ્લાના માતર તાલુકાના નાંદોલી ગામમાં અંગદાનની મ્હેક પ્રસરી

 

Tags :
GondaljasdanPolice arrested twoRAJKOTstolen gold
Next Article