Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jamnagar : વરસાદી છાંટા પડતા વીજ પોલમાં શોર્ટ સર્કિટ, Video જોઈ ચોંકી જશો!

જામનગરના (Jamnagar) નવાગામમાં એ હચમચાવે એવી ઘટના બની છે. ધેડ પંથકમાં વીજપોલમાં (Electricity Pole) શોર્ટ સર્કિટ થતા આગી લાગી હતી. જો કે, રાતનો સમય હોવાથી લોકોની અવરજવર ન હોવાના કારણે જાનહાનિ કે મોટું નુકસાન ટળ્યું હતું. પરંતુ, થોડા વરસાદી છાંટામાં...
03:11 PM Jul 10, 2024 IST | Vipul Sen

જામનગરના (Jamnagar) નવાગામમાં એ હચમચાવે એવી ઘટના બની છે. ધેડ પંથકમાં વીજપોલમાં (Electricity Pole) શોર્ટ સર્કિટ થતા આગી લાગી હતી. જો કે, રાતનો સમય હોવાથી લોકોની અવરજવર ન હોવાના કારણે જાનહાનિ કે મોટું નુકસાન ટળ્યું હતું. પરંતુ, થોડા વરસાદી છાંટામાં પોલમાં શોર્ટ સર્કિટ થતાં અનેક સવાલ ઊભા થયા છે. સ્થાનિકોએ PGVCL ની પ્રી-મોન્સૂનની કામગીરી પર સવાલ ઊઠાવ્યા છે. વીજ પોલમાં શોર્ટ સર્કિટની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

વરસાદી છાંટા પડતા વીજપોલમાં શોર્ટ સર્કિટ થયું

જામનગરના નવાગામ (Naraman) ધેડ પંથકમાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. દરમિયાન, રાતના સમયે વરસાદ થતા વરસાદી છાંટા નવાગામમાં 4 રસ્તા પાસેની દુકાનની સામેના ઇલેક્ટ્રિક પોલ પર પડતા તેમાં શોર્ટ સર્કિટ થયું હતું. શોર્ટ થવાની સાથે જ તણખા ઝર્યા હતા. જો કે, રાતનો સમયે હોવાથી લોકોની અવરજવર નહોતી. આ કારણે જાનહાનિ કે મોટું નુકસાન ટળ્યું હતું. જો કે, થોડા જ વરસાદી છાંટામાં પોલમાં શોર્ટ સર્કિટ (Short Circuit) થતાં કેટલાક સવાલ ઊભા થયા છે. આ સાથે PGVCL ની પ્રી-મોન્સૂનની કામગીરી સામે પણ સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે.

PGVCL ની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ!

સ્થાનિક લોકોનું કહેવું છે કે, સદનસીબે ઘટના રાતના સમયે બની આથી મોટું નુકસાન ન થયું. પરંતું, જો દિવસ હોત અને કોઈ જાનહાનિ અથવા મોટું નુકસાન થયું હોત તો જવાબદાર કોણ ? PGVCL ની કામગીરી સામે પણ સ્થાનિકો લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ, જામનગર (Jamnagar) જિલ્લામાં વરસાદ આફત બન્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, નરમાણાં, બુટાવદર અને દોઢીયા ગામે વીજળી પડતા મહિલા સહિત કુલ 3 લોકોના મોત નીપજ્યા છે. માહિતી મુજબ, જામનગરમાં તમામ તાલુકાઓમાં સવા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

 

આ પણ વાંચો - Surat : જર્જરિત ઇમારતો સામે તંત્રની લાલ આંખ! અનેક મિલકતો સીલ, પાણી-ડ્રેનેજનાં કનેક્શન કાપ્યાં

આ પણ વાંચો - Ahmedabad : પોલીસકર્મીએ સાબરમતીમાં ઝંપલાવી આયખું ટૂંકાવ્યું, પાલડીમાં પુત્રે માતાની હત્યા કરી આપઘાત કર્યો

આ પણ વાંચો - VADODARA : શહેરમાં કોલેરાએ માથુ ઉંચકતા ચિંતા વધી

Tags :
ButawdarDodhiyaelectricity poleGujarat FirstGujarati NewsJamnagarNaramanPGVCLrain in Jamnagarshort circuit
Next Article