Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar : બોરવેલ નજીક સમાંતર ખાડો ખોદી બાળકનું 9 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ

જામનગર (Jamnagar) ના લાલપુર (Lalpur) તાલુકાના ગોવાણા ગામે ગઈકાલે એક 3 વર્ષીય માસૂમ બાળક સીમ વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરમાં પડી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ જામનગર (Jamnagar) અને લાલપુર ફાયરની ટીમ (Fire Brigade) ઘટના સ્થળે પહોંચી હતી અને...
jamnagar   બોરવેલ નજીક સમાંતર ખાડો ખોદી બાળકનું 9 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ

જામનગર (Jamnagar) ના લાલપુર (Lalpur) તાલુકાના ગોવાણા ગામે ગઈકાલે એક 3 વર્ષીય માસૂમ બાળક સીમ વિસ્તારમાં આવેલા ખુલ્લા બોરમાં પડી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ જામનગર (Jamnagar) અને લાલપુર ફાયરની ટીમ (Fire Brigade) ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટના અંગે હવે રાહતના સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, બોરવેલમાં પડેલા બાળકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

Advertisement

બાળક રમતાં-રમતાં બોરવેલમાં પડ્યું

જામનગરના (Jamnagar) લાલપુર તાલુકાના ગોવાણા ગામે આવેલી વાડી વિસ્તાર સીમમાં કેટલાક પરપ્રાંતીય પરિવાર મજૂરવાડી વિસ્તારમાં મજૂરીકામ કરે છે. ત્યારે ગતરોજ એક શ્રમિક પરિવારનું 3 વર્ષીય બાળક રમતાં-રમતાં અચાનક બોરવેલમાં પડી ગયું હતું. આ ઘટનાની જાણકારી તાત્કાલિક સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ને કરવામાં આવી હતી. આથી સ્થાનિક પોલીસ સાથે ફાયરની ટીમ અને NDRF હેડ ક્વાર્ટરમાંથી બચાવ માટે જરૂરી આધુનિક સાધનો સાથે એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી મુજબ, સતત નવ કલાક સુધી આ રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું.

Advertisement

9 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ

બાળકને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બોરવેલ નજીક સમાંતર ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાળકને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યું હતું. બાળકને જમીનની નીચે ઓક્સિજન મળી રહે તે માટે 108 ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. 108ની ટીમ દ્વારા પહોચાડવામાં આવેલ ઓક્સિજન બાળક માટે જીવાદોરી નીવડી હતી. માહિતી મુજબ, બાળકને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ, બાળકની સારવાર ચાલી રહી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ દ્વારકા જિલ્લામાં એક બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી, જેને 9 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. પરંતુ, દુ:ખદ વાત એ છે કે સારવાર દરમિયાન જ બાળકીએ દમ તોડી દીધો હતો.

Advertisement

આ પણ વાંચો - JAMNAGAR: ગોવાણના બોરવેલમાં પડ્યું બાળક, માસૂમ બાળકની રેસ્ક્યૂ કામગીરી યથાવત

Tags :
Advertisement

.