Jamnagar : 14 વર્ષનાં કિશોરને પોલીસ સ્ટેશન બોલાવી માતાની સામે ઢોર માર માર્યાનો PI પર આક્ષેપ
જામનગરના (Jamnagar) સિટી બી ડિવિઝન PI વિવાદમાં સપડાયા છે. સીટી બી ડિવિઝન PI પર એક 14 વર્ષીય કિશોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી ઢોર માર માર્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. કિશોર તેની માતા સાથે પોલીસ સ્ટેશન હાજર થયો હતો ત્યારે માતાને દૂર રાખી PI પી.પી ઝાએ (City B Division PI) કિશોરને ચેમ્બરમાં ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. પીડિતની માતાએ PI ઝા સામે સખત કાર્યવાહી થાય તેવી માગ કરી છે.
માતાને દૂર રાખી કિશોરને ઢોર માર માર્યાનો આરોપ
જામનગરમાં (Jamnagar) પોલીસની દાદાગીરીની એક ઘટના સામે આવી છે. આરોપ છે કે સીટી બી ડિવિઝન PI પી.પી.ઝાએ (PI PP Jha) 14 વર્ષનાં કિશોરને જૂની ફરિયાદ મામલે પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. ત્યારે કિશોર પોતાની માતા સાથે પોલીસ સ્ટેશન પર હાજર થયો હતો. દરમિયાન, સીટી બી ડિવિઝન PI પી.પી.ઝાએ કિશોર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને માતાને દૂર રાખી PI ઝાએ કિશોરને ચેમ્બરમાં ઢોર માર માર્યો હતો.
ઇજાગ્રસ્ત કિશોરને માતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગઈ
કિશોરની માતાના આક્ષેપ મુજબ, PI ઝાને તમાચા અને બુટ વડે કિશોરને માર મારી માતા-પુત્રને ઘરે જવા રવાના કર્યા હતા. ઇજાગ્રસ્ત કિશોરને માતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગઈ હતી. કિશોરે જણાવ્યું કે, મારૂં નામ પૂછીને PI એ અપશબ્દો બોલ્યા હતા અને ઢોર માર માર્યો હતો. કિશોરની માતાએ PI પી.પી. ઝા સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
આ પણ વાંચો - Rajkot TRP Gamezone : RMC માં એક સાથે 35 કર્મચારીઓની બદલી, આરોપી TPO સાગઠિયાનાં રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો - Surat Municipality News: સુરતમાં પાલિકના સફાઈ કામદારોએ પાલિકાની કરી તાળાબંધી
આ પણ વાંચો - Jain Samaj : સુરતમાં જૈન સમાજે સમેટ્યું બે દિવસનું આંદોલન