Jain Samaj : 21 વર્ષ બાદ સુરતમાં આચાર્ય શ્રી મહાશ્રમણજીની પધરામણી, સંયમ વિહાર રેલીમાં જનમેદની ઉમટી
Jain Samaj : સુરતમાં (Surat) ચાતુર્માસ અર્થે આચાર્ય શ્રી મહાશ્રમણજીની (Acharya Shri Mahashramanji) પધરામણી થઈ છે. આ નિમિત્તે શહેરના સિટીલાઈટ ખાતેથી સંયમ વિહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ, ભગવાન મહાવીર યુનિ. પરિસરમાં આચાર્ય મહાશ્રમણજીનો ચાતુર્માસ પ્રવેશ થયો છે. આ આયોજન આચાર્ય મહાશ્રમણ પ્રવાસ વ્યવસ્થા સમિતિ (Acharya Mahashraman Travel Management Committee) દ્વારા કરવામાં આવ્યું છે. 21 વર્ષ બાદ ફરી મહાશ્રમણજીની સુરતમાં પધરામણી થઈ છે.
સંયમ વિહાર રેલીમાં હજારો લોકો જોડાયા.
21 વર્ષ બાદ સુરતમાં આચાર્ય શ્રી મહાશ્રમણજીની પધરામણી
સુરતમાં ચાતુર્માસ (Chaturmas) અર્થે આચાર્ય શ્રી મહાશ્રમણજીની પધરામણી થઈ છે. આ નિમિત્તે આચાર્ય મહાશ્રમણ પ્રવાસ વ્યવસ્થા સમિતિ દ્વારા શહેરનાં સિટીલાઈટ ખાતેથી સંયમ વિહાર રેલીનું (Sanyam Vihar Rally) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના (Jain Samaj) લોકો જોડાયા હતા. માહિતી મુજબ, ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં (Bhagwan Mahaveer University) આચાર્ય મહાશ્રમણજીનો ચાતુર્માસ પ્રવેશ થયો છે. જણાવી દઈએ કે, અગાઉ વર્ષ 2003 માં આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના ચાતુર્માસ સમયે મહાશ્રમણજી યુવાચાર્ય તરીકે સુરત પધાર્યા હતા. ત્યારે હવે 21 વર્ષ બાદ ફરી મહાશ્રમણજીની સુરતમાં પધરામણી થઈ છે.
સંયમ વિહાર રેલીમાં હજારો લોકો જોડાયા.
આચાર્યજીએ 56 હજાર કિમીથી વધુનો પગપાળા પ્રવાસ કર્યો
જણાવી દઈએ કે, દીક્ષાના 50 વર્ષ પૂર્ણ કરીને 51 માં વર્ષમાં શ્રમણજીનો પ્રવેશ થયો છે. દરમિયાન, આચાર્યજીએ 56 હજાર કિલોમીટરથી વધુ પગપાળા પ્રવાસ કર્યો છે. આચાર્ય મહાશ્રમણજીના (Acharya Shri Mahashramanji) સ્વાગતમાં નીકળેલી સંયમ વિહાર રેલીમાં (Sanyam Vihar Rally) જૈન સમાજનાં હજારો લોકો વહેલી સવારથી ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલીમાં સ્વચ્છતાનો સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Mehsana : ‘નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા…’ : નીતિન પટેલ
આ પણ વાંચો - CM Bhupendra Patel નો આજે 63મો જન્મદિવસ
આ પણ વાંચો - Anand : મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત