ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Garvi Gujarat Bhavan : દિલ્હીમાં 'ગરવી ગુજરાત ભવન' ને મળ્યો આ ખાસ એવોર્ડ, જાણીને ગૌરવ થશે

વિશ્વભરનાં તમામ ગુજરાતીઓ માટે વધુ એક ગૌરવની ક્ષણ આવી છે. ગરવી ગુજરાત ભવનને (Garvi Gujarat Bhavan) 'ગ્રીન બિલ્ડિંગ'નો એવોર્ડ એનાયત કરાયો છે. નવી દિલ્હી (New Delhi) ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં આઇકોનિક ‘ગરવી ગુજરાત’ બિલ્ડિંગને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ...
09:12 PM Jun 20, 2024 IST | Vipul Sen

વિશ્વભરનાં તમામ ગુજરાતીઓ માટે વધુ એક ગૌરવની ક્ષણ આવી છે. ગરવી ગુજરાત ભવનને (Garvi Gujarat Bhavan) 'ગ્રીન બિલ્ડિંગ'નો એવોર્ડ એનાયત કરાયો છે. નવી દિલ્હી (New Delhi) ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં આઇકોનિક ‘ગરવી ગુજરાત’ બિલ્ડિંગને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ (GRIHA) દ્વારા થ્રી-સ્ટાર રેટિંગથી સન્માનિત કરવામાં આવ્યું છે.

ગરવી ગુજરાત ભવનને 'ગ્રીન બિલ્ડિંગ'નો એવોર્ડ

જણાવી દઈએ કે, GRIHA એટલે કે રહેણાંકનાં માધ્યમથી ઉત્સર્જનની તીવ્રતામાં ઘટાડાનું મૂલ્યાંકન કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ સાધન છે, જે રાષ્ટ્રનાં ‘રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન’ (Nationally Determined Contributions) માં દર્શાવ્યા મુજબ ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે ભારતની મિટિગેશન સ્ટ્રેટેજી એટલે કે શમન વ્યૂહરચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. TERI અને ભારત સરકારના નવા અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા વિકસિત કરવામાં આવેલી GRIHA રેટિંગ સિસ્ટમને વર્ષ 2007 માં ભારત સરકાર દ્વારા ગ્રીન બિલ્ડિંગો માટેનાં રાષ્ટ્રીય ધારાધોરણ તરીકે અપનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગરવી ગુજરાત બિલ્ડિંગનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા સપ્ટેમ્બર 2019 માં કરવામાં આવ્યું હતું.

દિલ્હીમાં બનાવાયેલું છે ભવ્યાતિભવ્ય 'ગરવી ગુજરાત ભવન'

દિલ્હીમાં બનાવાયેલું છે ભવ્યાતિભવ્ય 'ગરવી ગુજરાત ભવન'

દિલ્હીમાં બનાવાયેલું છે ભવ્યાતિભવ્ય 'ગરવી ગુજરાત ભવન'

આ અનેક ખાસિયતને પગલે મળ્યો એવોર્ડ

આ બિલ્ડિંગે ગ્રીન બિલ્ડિંગની (Green Building) તમામ આવશ્યકતાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં વર્ટિકલ ગાર્ડન, સોલાર પેનલ્સ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), સ્કાયલાઇટમાં ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસ/ સ્માર્ટ ગ્લાસ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સુવિધાઓ જેવા પર્યાવરણને અનુકૂળ ઘટકો છે. માહિતી મુજબ, લગભગ 20 હજાર વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું 'ગરવી ગુજરાત' બિલ્ડિંગ તેના ઉદ્ઘાટનના 5 વર્ષ પછી પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. 'ગરવી ગુજરાત'ની અનેક ખાસિયતને પગલે બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ અપાયો છે.

આ પણ વાંચો - Rath Yatra : ભક્તોની સુવિધા-સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ, આ વર્ષે તમામ રેકોર્ડ તૂટશે : ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો - Ahmedabad : જાપ્તા પાર્ટી મજા કરતી રહી અને ભાજપ કાર્યકરનો હત્યારો ફરાર

આ પણ વાંચો - Bharuch: આના કરતા તો ભૂખ્યા રહેવું સારુ! ક્યાંક દેડકો, ક્યાંક ઉંદર તો ક્યાંક નીકળે છે માખી

Tags :
electrochromic glassgarvi gujaratGreen BuildingGreen Rating for Integrated Habitat AssessmentGRIHAGujaratGujarat FirstGujarati NewsNationally Determined ContributionsNew-Delhipm narendra modiRenewable EnergySTPTERI
Next Article