Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISKCON Bridge Case : અમદાવાદમાં પ્રવેશ માટે પ્રજ્ઞેશ પટેલને કોર્ટની મંજૂરી, અરજીમાં કર્યો આ ઉલ્લેખ

અમદાવાદના (Ahmedabad) એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ ચકચારી ઘટનામાં (ISKCON Bridge Accident Case) નવા અપડેટ સામે આવ્યા છે. આરોપી તથ્ય પટેલના (Tathya Patel) પિતા પ્રજ્ઞેશ પટેલની અરજી હાઇકોર્ટે મંજૂર કરી છે. પ્રજ્ઞેશ પટેલે પત્ની બીમાર હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો...
iskcon bridge case   અમદાવાદમાં પ્રવેશ માટે પ્રજ્ઞેશ પટેલને કોર્ટની મંજૂરી  અરજીમાં કર્યો આ ઉલ્લેખ

અમદાવાદના (Ahmedabad) એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ ચકચારી ઘટનામાં (ISKCON Bridge Accident Case) નવા અપડેટ સામે આવ્યા છે. આરોપી તથ્ય પટેલના (Tathya Patel) પિતા પ્રજ્ઞેશ પટેલની અરજી હાઇકોર્ટે મંજૂર કરી છે. પ્રજ્ઞેશ પટેલે પત્ની બીમાર હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો અને શહેરમાં પ્રવેશની માગ કરી હતી. પ્રજ્ઞેશ પટેલ દ્વારા કરવામાં આવેલ અરજીની તમામ બાબતોને ગ્રાહ્ય રાખીને કોર્ટે પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

Advertisement

અમદાવાદના ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge Accident Case) પરની ગોઝારી ઘટનામાં તથ્ય પટેલે પોતાની જેગ્યુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે પ્રજ્ઞેશ પટેલ (Prajnesh Patel) દીકરા તથ્ય પટેલને ઘટના સ્થળે લઈ ગયો હતો અને લોકોને ધમકાવ્યા હતા. આ મામલે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે બાદ કોર્ટે 1 નવેમ્બર 2023ના રોજ પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા હતા. જે હેઠળ શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે ફક્ત ટ્રાયલ કોર્ટમાં મુદ્દત વખતે જ પ્રજ્ઞેશ પટેલ અમદાવાદમાં આવી શકે તેવી શરત મૂકવામાં આવી હતી.

પત્નીની તબિયત ખરાબ હોવાનો ઉલ્લેખ

જો કે, પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં (ISKCON Bridge Accident Case) અરજી કરી હતી કે, તેની પત્નીની તબિયત ખરાબ છે. સાથે અરજીમાં કહ્યું હતું કે, પોતાનો વ્યવસાય અમદાવાદ (Ahmedabad) શહેર સાથે સંકળાયેલો હોવાથી તેને વ્યવસાયમાં અનેક અગવડતાઓ પડે છે. આથી તેને અમદાવાદ શહેરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવે. કોર્ટેમાં (Gujarat High Court) જસ્ટીસ એમ.આર. મેંગડે અરજીમાં સામેલ તમામ બાબતોને ગ્રાહ્ય રાખી પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

Advertisement

આ પણ વાંચો - Kheda : મહુધાના પૂર્વ ધારાસભ્ય BJPમાં જોડાયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું – કોંગ્રેસ મુક્ત ભારતને બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ..!

Advertisement

Tags :
Advertisement

.