ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મંગાવવી પડતી : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ અંબાજીમાં પહોંચ્યા છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે મા અંબાના દર્શન કર્યા છે. તેમજ ચીખલામાં જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી છે. તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે.અંબાજી મંદિરમાં ગુજરાતના રાજ્યપાલ...
11:45 AM Nov 15, 2023 IST | Hiren Dave

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ અંબાજીમાં પહોંચ્યા છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે મા અંબાના દર્શન કર્યા છે. તેમજ ચીખલામાં જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી છે. તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે.અંબાજી મંદિરમાં ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાતના મુખ્યમંત્રી માતાજીના દર્શન કર્યા હતા અને સાથે પંચોપ્રચાર પૂજા કરી હતી અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા કરાઈ હતી

 

અંબાજીથી વિકસિત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો

અંબાજીથી વિકસિત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત લોકોએ અમૃત સંકલ્પ લીધા છે. જેમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા છે. તેમજ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું છે કે ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેની પૂણ્યતિથિ છે. સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષની શરૂઆત આદિવાસી વિસ્તારથી કરી રહ્યા છીએ. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવાનું સૌભાગ્ય મળ્યુ છે. ભગવાન બિરસા મૂંડાની આજે જન્મજયંતિ છે. આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ.

 

ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મંગાવવી પડતી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આઝાદીની લડાઇમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યુ છે. ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મંગાવવી પડતી હવે મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારત ઉત્પાદન કરે છે. અનેક વસ્તુઓની નિકાસ ભારત કરે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કોટનના કાપડની નિકાસ કરીએ છીએ. સ્માર્ટ ફોનનું ઉત્પાદન ભારતમાં થાય છે. સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન ભારતમાં થવાનું છે. PMએ દુરંદેશી દાખવી સેમિ કંડક્ટર ચીપને પ્રોત્સાહન આપ્યુ છે. દેશના 75 જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઇ છે. યાત્રા દરમ્યાન લાભાર્થીઓને યોજનાઓ હેઠળ આવરી લેવાશે. તેમાં વિવિધ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ છે.

 

યોજનાકિય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે
વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજનાઓના લાભમાં એક પણ લાભાર્થી છૂટી ના જાય એ સંકલ્પ સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આજે જન જાતિય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો પ્રારંભ થયો છે. સાથે સાથે યોજનાકિય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે. 10 હજારથી વધુ વસ્તી ધરાવતા13848 સ્થળો આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરશે. આ કાર્યક્રમમા ગુજરાત સરકારના 3 મંત્રીઓ સહિત વિવિઘ સાંસદો અને ધારાસભ્યો જોડાયા છે. અંબાજીના ચીખલા ખાતે એલ્યુમિનિયમ ડોમ તૈયાર કરાયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમા જોડાયા છે.

આ  પણ  વાંચો -દહેગામ-બાયડ રોડ પર અકસ્માતમાં 3 યુવાનોના મોત

 

Tags :
AmbajiCM Bhupendra PatelDeveloped Bharat Sankalp YatraGovernorGujaratnumberpeopleVarious schemes of Govt
Next Article