Independence Day: 77 મા સ્વતંત્રતા દિવસની BAPSદ્વારા ચાણસદ ખાતે કરાઇ ઉજવણી
અહેવાલ -વિજય માલી.. વડોદરા
પાદરા તાલુકાના નાં ચાણસદ ગામ એટલે પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ ખાતે આજ રોજ રાષ્ટ્ર નાં 77માં સ્વતંત્રતા દિવસની B.A.P.S સંસ્થા દ્વારા ઊજવણી કરવામાં આવી હતી.
નવખંડ ધરામાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ થી અમેરિકા કેનેડા સુધી સમગ્ર વિશ્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિનો ધ્વજ સદૈવ લહેરાતો કરનાર બોચાસણ વાસી શ્રીઅક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના અટલાદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર હેઠળના તમામ પ્રકલ્પો આજે રાષ્ટ્રના 77 મા સ્વતંત્રતા દિવસમાં પ્રતિ વર્ષ ની માફક હરખભેર જોડાયા હતા. આ પર્વ ની ઉજવણી અભિનવ રીતે કરી જાણે પ્રકલ્પો ને તિરંગા ના રંગે છવાયા હતા.
અટલાદરા મંદિર ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્ય ભાઈ દેસાઈની ઉપસ્થિતિ માં યોજાયેલ આ સમારોહમાં ભગવી સેના રૂપી પૂજ્ય સંતોની હાજરી થી જાણે કેસરી રંગ છવાયો હતો.જ્યારે BAPS વિદ્યામંદિર ખાતે શહેરનાં સર્વ પ્રથમ એવરેસ્ટ પર્વતારોહક નિશાકુમારીજીના સાનિધ્યમાં ઉજવાયેલા આ પર્વ માં શ્વેત ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સફેદ રંગની ઝાંખી કરાવતા હતા.
જયારે વર્ષા રૂતુ બાદ નારાયણ સરોવર પરિસરની નવી પલ્લવિત હરિયાળીથી લીલા રંગની ઉપસ્થિતિ જણાતી હતી. જ્યારે છાત્રાલયમાં રહી સ્નાતક અનુસ્નાતક અભ્યાસ કરતા યુવાનો જે આવતીકાલના નાગરિકો છે તેઓ અશોક ચક્ર જેને ધર્મ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આજના આ રાષ્ટ્રીય પર્વને પૂજ્ય સંતો ના માર્ગદર્શન થી આગવી રીતે ઉજવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-DWARKA : યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ધ્વજ વંદન