Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SALANGPUR CONTROVERSY : સાળંગપુર ભીંતચિત્રો મામલે ફરીયાદી સિક્યુરિટી ગાર્ડે આપ્યું ચોંકાવનારુ નિવેદન, video viral

સાળંગપુરમાં ભીંતચિત્રોના વિવાદ લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં વિરોધ કરનાર હર્ષદ ગઢવી કેસના મોટો ખુલાસો સામે આવ્યો છે ત્યારે ફરિયાદી સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચરનું નિવેદન સામે આવતા ચકચાર મચી છે.   વિરોધ કરનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીનો ખુલાસો...
salangpur controversy   સાળંગપુર ભીંતચિત્રો મામલે ફરીયાદી સિક્યુરિટી ગાર્ડે આપ્યું ચોંકાવનારુ નિવેદન  video viral

સાળંગપુરમાં ભીંતચિત્રોના વિવાદ લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં વિરોધ કરનાર હર્ષદ ગઢવી કેસના મોટો ખુલાસો સામે આવ્યો છે ત્યારે ફરિયાદી સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચરનું નિવેદન સામે આવતા ચકચાર મચી છે.

Advertisement

વિરોધ કરનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીનો ખુલાસો

ફરિયાદી સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચરે જણાવ્યું છે કે મને જાણ કર્યા વિના જ મારા નામે ફરિયાદ કરાવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદી બન્યા જાણ થઇ છે. ભીંતચિત્રો પર કલર કર્યો ત્યારે મંદિરમાં મારી ડ્યુટી હતી. બનાવ બન્યા બાદ મંદિરમાં બોલાવવામાં આવ્યો હતો. તથા ઓફિસમાં એક કાગળ ઉપર સહી કરાવી હતી. કોઇની પણ લાગણી દુભાઇ હોય તો માફ કરશો. જેમાં ભૂપત ખાતરે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

Advertisement

હું  નિર્દોષ  છું  : ભુપતભાઈ

સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદભાઈ ગઢવી કેસના ફરીયાદીએ વીડિયો બનાવી ખુલાસો કર્યો છે. ફરીયાદી ભૂપતભાઈ સાદુળભાઈ ખાંચરે જણાવ્યું છે કે હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીંતચિત્રો કલર કરવાની ઘટના બની ત્યારે મારી ડયુટી ત્યાં જ હતી. બનાવ બન્યાને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પુછેલ કે તમે ત્યાં જ હતા. ત્યારબાદ ઓફિસમાં એક કાગળ ઉપર સહિ કરાવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે. મને મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોયતો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું.

Advertisement

આ  પણ  વાંચો -SALANGPUR CONTROVERSY : સાળંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક પૂર્ણ, વિવાદ ઉકેલવા સમિતિની રચના

Tags :
Advertisement

.