Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Altaf Basi : નામચીન ટપોરી અલ્તાફ બાસી કાયદાના સકંજામાં ફસાયો

Altaf Basi : છેલ્લાં એક દસકમાં અનેક કાંડ આચરી ચૂકેલા ટપોરી અલ્તાફ પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી (Altafkhan Pathan aka Altaf Basi) ની હાલત હવે કફોડી બની છે. પોલીસના આર્શીવાદથી મુસ્લિમ સમાજનો માંડવાળી બાદશાહ બની ગયેલો અને ડૉન બનવાના રસ્તે જઈ...
06:28 PM May 22, 2024 IST | Bankim Patel
Legal trouble against notorious Altaf Basi

Altaf Basi : છેલ્લાં એક દસકમાં અનેક કાંડ આચરી ચૂકેલા ટપોરી અલ્તાફ પઠાણ ઉર્ફે અલ્તાફ બાસી (Altafkhan Pathan aka Altaf Basi) ની હાલત હવે કફોડી બની છે. પોલીસના આર્શીવાદથી મુસ્લિમ સમાજનો માંડવાળી બાદશાહ બની ગયેલો અને ડૉન બનવાના રસ્તે જઈ રહેલા અલ્તાફ બાસીને અમદાવાદ પોલીસે (Ahmedabad Police) અટકાવી દીધો છે. અમદાવાદ પોલીસની મોડી મોડી પણ આંખો ખૂલતા અલ્તાફ બાસી આજે જેલના સળિયા ગણી રહ્યો છે. કૉંગ્રેસ મતદારોની લાલચમાં ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનમાં થયેલા દબાણો અને તેને હટાવવાના મામલામાં સક્રિય છે. Altaf Basi સામે થયેલી કાર્યવાહી દરમિયાન પૂર્વ અમદાવાદના મોટા ગજાના કૉંગ્રેસી નેતા અને IPS અધિકારી વચ્ચેના સંબંધોની ચર્ચા પણ પોલીસ બેડામાં ઊઠી છે.

 

ક્રાઈમ બ્રાંચ સામે લગાવ્યા હતા આરોપ

ટપોરીમાંથી ડૉન બનવા જઈ રહેલા અલ્તાફ બાસી સામે ભૂતકાળમાં અનેક અરજીઓ થઈ ચૂકી છે. પોલીસના આર્શીવાદથી જ અલ્તાફ ભાઇગીરીના માર્ગ પર આગળ વધી રહ્યો હતો. દરમિયાનમાં ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાનમાં રહેલા દબાણો અને તેને હટાવવાના મામલામાં અલ્તાફ બાસીએ ગત 10 મેના રોજ કાયદો હાથમાં લીધો. ઉચ્ચ કક્ષાએ થયેલી રજૂઆત બાદ અલ્તાફ બાસી સામે કાર્યવાહી કરવાના આદેશ છૂટ્યા. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં (Gomtipur Police Station) ઉપરાછાપરી ત્રણ ફરિયાદો નોંધાતા Altaf Basi ફોન બંધ કરી ભૂર્ગભમાં ઉતરી ગયો. ફરાર અલ્તાફ બાસીને ઝડપી લેવા ગોમતીપુર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચે પ્રયાસ શરૂ કર્યા. દરમિયાનમાં ચારેક દિવસ બાદ અલ્તાફ બાસીને સુરત ખાતેથી ક્રાઈમ બ્રાંચ ઉપાડીને અમદાવાદ લઈ આવી. ત્રણ પૈકી બે ફરિયાદની તપાસ Ahmedabad CP જી. એસ. મલિકે (G S Malik) ક્રાઈમ બ્રાંચને સોંપી દેવા આદેશ કર્યો. મકાન ખાલી કરાવવા કરેલા હુમલાના કેસમાં અલ્તાફ બાસીને ક્રાઈમ બ્રાંચે અદાલતમાં રજૂ કરતાં પોલીસે માર માર્યો તેમજ કરંટ આપ્યાની ફરિયાદ કરતા આરોપીને સિવિલ હૉસ્પિટલ (Civil Hospital) માં ખસેડવામાં આવ્યો.

 

હુમલા અને ધાડના પૂરાવા બાસી ગેંગે નાશ કર્યા ?

વટવા ખાતે રહેતા અકબરઅલી શેખ ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન બહાર ભાડે આપેલી ત્રણ દુકાનોની માલિકી ધરાવે છે. ગત 10 મેની સાંજે 63 વર્ષીય અકબરઅલી આર. એમ. હેન્ડીક્રાફ્ટની બહાર ખુરશી પર બેઠાં હતા ત્યારે બેઝબોલ સ્ટીક તેમજ બેટ લઈને અલ્તાફ બાસી, અલ્તાફના બે ભત્રીજા ફરદીન-આસિફ અને અન્ય બે શખ્સો ધસી આવ્યા હતા. "તું ચારતોડા કબ્રસ્તાનના લોકોનો મસિહા બને છે અને મારા વિરૂદ્ધ ઉશ્કેરણી કરે છે" તેમ કહી અલ્તાફ અને તેના સાગરિતોએ અકબરઅલી શેખને માર માર્યો હતો. ત્યારબાદ CCTV કેમરા લગાવેલી દુકાનમાં ધસી જઈ તોડફોડ કરી અલ્તાફનો ભત્રીજા આસિફ સીસીટીવી ડીવીઆર કાઢી લઇ જાય છે. જ્યારે અલ્તાફ અકબરઅલીના ખિસ્સામાંથી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા લૂંટી લઈ ધમકી આપી હતી. હુમલો અને ધાડ કર્યા બાદ પાંચેય આરોપી બનાવના પૂરાવા (CCTV DVR) સાથે લઈને ફરાર થઈ જાય છે.

 

પોક્સોની કલમ ઉમેરાતા અલ્તાફ બાસી ભેરવાયો

ધાડ-હુમલો તેમજ મકાન ખાલી કરાવવા કરેલા હુમલાના કેસમાં અદાલતમાંથી રાહત મેળવનાર અલ્તાફ બાસી સામે ક્રાઈમ બ્રાંચ કાયદાકીય લડત આપવાના મૂડમાં છે. ક્રાઈમ બ્રાંચ Altaf Basi તેમજ તેના એક સાગરિત મોહમ્મદહુસેન ઉર્ફે મુલ્લાની ધરપકડ કરી શકી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં અલ્તાફ બાસી અને તેના સાગરિતોએ પરિવાર પર કરેલા હુમલામાં એક સગીરાની છેડતી કરી હોવાની વિગતો સામે આવી છે. પોલીસ નિવેદનમાં સગીરાની છેડતી કરાઈ હોવાની હકિકત સામે આવતા ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારીએ અદાલતમાં પોક્સો (POCSO) ની કલમ ઉમેરવા કાર્યવાહી કરી છે. હુમલાના કેસમાં પોક્સો (Protection of Children from Sexual Offences Act) હેઠળ કલમ ઉમેરાતા અલ્તાફ બાસી અને તેની ટોળકી કાયદાના સકંજામાં ભેરવાઈ ગઇ છે.

 

આ  પણ  વાંચો - Ahmedabad : કબ્રસ્તાનના દબાણ ખાલી કરાવવા વક્ફ કમિટીએ કયા સમાજ સેવકને સોપારી આપી ?

આ  પણ  વાંચો - CID Crime : હવાલા રેકેટ ચલાવતી આંગડીયા પેઢીઓ કેમ રડારમાં ?

આ  પણ  વાંચો - Ex IAS : રાષ્ટ્રીય પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ આપનારા પૂર્વ અધિકારી આફતમાં

Tags :
Ahmedabad CPAhmedabad PoliceAltaf BasiAltafkhan Pathan aka Altaf BasiBankim PatelCCTV DVRCivil HospitalG.S. MalikGomtipur Police StationGujarat FirstJournalist Bankim PatelPOCSOProtection of Children from Sexual Offences Act
Next Article