Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરાર આધારિત જ્ઞાન સહાયકોને લઈ મહત્ત્વનો નિર્ણય, તમામ DEO ને અપાઈ આ સૂચના!

ગુજરાતમાં (Gujarat) જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કરવા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, કમિશનર ઓફ સ્કૂલ (Commissioner of Schools) કચેરી દ્વારા તમામ DEO ને પરિપત્ર મોકલવામાં આવ્યો છે, જે મુજબ તમામ જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ જે 8 મેના...
કરાર આધારિત જ્ઞાન સહાયકોને લઈ મહત્ત્વનો નિર્ણય  તમામ deo ને અપાઈ આ સૂચના

ગુજરાતમાં (Gujarat) જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કરવા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, કમિશનર ઓફ સ્કૂલ (Commissioner of Schools) કચેરી દ્વારા તમામ DEO ને પરિપત્ર મોકલવામાં આવ્યો છે, જે મુજબ તમામ જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ જે 8 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે તેને 13મી જૂનથી રિન્યૂ કરવાની સૂચના અપાઈ છે. જણાવી દઈએ કે, ગત વર્ષે શરૂ કરાયેલી જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Yojana) હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9 થી 12 માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરાઈ છે.

Advertisement

જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કરવા પરિપત્ર

ગત વર્ષે શરૂ થયેલ જ્ઞાન સહાયક યોજના હેઠળ ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 11 માસના કરાર સાથે જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ હતી. આ જ્ઞાન સહાયકોનો કરાર 8મી મેના રોજથી પૂર્ણ થઈ રહ્યો છે. માહિતી મુજબ, કેટલાક જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ 4 મેથી પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ, લોકસભા ચૂંટણી હોવાના કારણે કરાર 8 મે સુધી વધારવામાં આવ્યો છે. જો કે, ઉનાળું વેકેશન 9 મેથી 12 જૂન સુધી રહેશે અને શાળાઓ 13 જૂનથી શરૂ થશે.

13 જૂનથી રિન્યૂ કરવાની કામગીરી હાથ ધરાશે

મીડિયા રિપોર્ટ અનુસાર, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી કમિશનર ઓફ સ્કૂલ (Commissioner of Schools) કચેરી દ્વારા તમામ DEO ને પરિપત્ર મોકલાયો છે, જે મુજબ જ્ઞાન સહાયકોનો કરાર 13 જૂનથી રિન્યૂ કરવાની કામગીરી હાથ ધરવા સૂચના અપાઈ છે. નવા સત્રમાં પ્રથમ દિવસથી જ સ્કૂલોમાં જ્ઞાન સહાયકો ઉપલબ્ધ રહી શકે તે માટે આ સૂચના અપાઇ છે. આ પરિપત્રમાં તમામ શિક્ષકોને 15 મે સુધી તેમને ચુકવવા પાત્ર રકમ ચૂકવી દેવા DEO એ સૂચના આપી છે. ત્યાર પછી ચૂકવવા પાત્ર રકમ બાકી રહેતી નથી તેવું પ્રમાણપત્ર પણ 20 મે સુધીમાં કમિશનર કચેરીએ મોકલવાનું રહેશે. ઉનાળું વેકેશન દરમિયાન જ્ઞાન સહાયકોનો કરાર ન હોવાથી આ સમયનો પગાર તેમને ચુકવવામાં આવે નહીં.

Advertisement

આ પણ વાંચો - Forest : બીટ ગાર્ડ પરીક્ષાના ઉમેદવારો માટે વાંચવા જેવા સમાચાર

Advertisement

આ પણ વાંચો - VADODARA : શ્રેયસ વિદ્યાલયના સંચાલકો દ્વારા એક્ટીવીટીના નામે ફી મંગાતા હોબાળો

આ પણ વાંચો - VADODARA : MSU માં પરીક્ષા ટાણે વિજળી ગુલ થતા કપરી કસોટી

Tags :
Advertisement

.