Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Idar News: ઇડર પાંજરાપોળની જમીનના ગણોતિયાઓને પુરાવા રજૂ કરવા અપાયું અલ્ટીમેટમ

Idar News: સમગ્ર ગુજરાતમાં ઇડર પાંજરાપોળની અબોલા પશુઓ માટેની સેવાની સુવાસ દિનપ્રતિદિન વધુ પ્રસરી રહી છે. ત્યારે પાંજરાપોળની અંદાજે 800 એકરથી વધુ જમીન પૈકી અંદાજે 140 એકર જમીનમાં કેટલાક ગણોતિયાઓ ગેરકાયદે કબ્જો જમાવીને ખેતી કરી રહ્યા છે. આજરોજ પાંજરાપોળના સંચાલકોની...
11:14 PM Jun 19, 2024 IST | Aviraj Bagda
Idar News, Gujarat

Idar News: સમગ્ર ગુજરાતમાં ઇડર પાંજરાપોળની અબોલા પશુઓ માટેની સેવાની સુવાસ દિનપ્રતિદિન વધુ પ્રસરી રહી છે. ત્યારે પાંજરાપોળની અંદાજે 800 એકરથી વધુ જમીન પૈકી અંદાજે 140 એકર જમીનમાં કેટલાક ગણોતિયાઓ ગેરકાયદે કબ્જો જમાવીને ખેતી કરી રહ્યા છે.

ત્યારે રાજય સરકાર દ્વારા આ જમીન પરનો કબ્જો પરત લઇ લેવા ઇડર પાંજરાપોળના સંચાલકોને કરાયેલી તાકીદ બાદ તાજેતરમાં જેસીબીની મદદથી કાર્યવાહી કરાતા ગણોતિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આજરોજ પાંજરાપોળના સંચાલકોની મળેલી બેઠકમાં ગણોતિયાઓ પાસે જો કોઇ આધાર પુરાવા હોય તો એક વર્ષમાં રજુ કરવા માટે અલટીમેટમ અપાયું છે.

કામગીરી બાદ ગણોતિયાઓમાં ભયની લાગણી પ્રસરી

આ અંગે મળતી માહિતી મુજબ ઇડર પાંજરાપોળમાં હજારો અબોલા પશુઓનો નિભાવ કરાઇ રહ્યો છે. ત્યારે કેટલીક વખત આ પશુઓ માટે સુકો અને લીધો ઘાસચારો મેળવવા માટે દાતાઓ તથા દાનવીરોને મદદ કરવા માટે અપીલ કરાય છે. જેમની પાસેથી આ જમીન પરત લેવા માટે પાંજરાપોળના સંચાલકોએ શરૂ કરેલી કામગીરી બાદ ગણોતિયાઓમાં ભયની લાગણી પ્રસરી હતી.તો અબોલા પશુઓના હિતને ધ્યાનમાં રાખીને પાંજરાપોળના પ્રમુખ પી.સી. પટેલે સંસ્થાના અન્ય હોદ્દેદારો તથા ગણોતિયાઓની હાજરીમાં તાકીદની બેઠક બોલાવી હતી.

પુરાવા રજૂ કરવા માટે એક વર્ષની મહોલત આપવામાં આવી

જેમાં ચર્ચાને અંતે આધાર પુરાવા રજૂ કરવા માટે એક વર્ષની મહોલત આપવામાં આવી છે. જો તેઓ આધાર પુરાવા રજુ કરવામાં નિષ્ફળ જશે તો ઇડર પાંજરાપોળ દ્વારા આ 140 એકર જમીન પાંજરાપોળ હસ્તક લઇ લેવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે જે ગણોતીયાઓ દ્વારા વર્ષોથી પાંજરાપોળની જમીન પર કબ્જો જમાવીને વાવેતર કરી રહ્યા છે. તેવા કેટલા ગણોતીયા જમીનના આધાર પુરાવા રજૂ કરે છે તે સમય બતાવશે.

અહેવાલ યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો: Himmatnagar : પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી પતિએ કરી આત્મહત્યા, બંને સામે ફરિયાદ

Tags :
GujaratGujarat FirstIdar NewsIDAR POLICELand GrabbingLand Grabbing Actpolice
Next Article