Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hospitals Staff incentive: સરકારી હોસ્પિટલના તબીબો અને મેડીકલ સ્ટાફના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Hospitals Staff incentive: સરકારી Hospitals ને મળતી PMJAY ની આવકમાંથી Hospitals ના ડોક્ટર, પેરા-મેડીકલ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા incentive માં 10 ગણો વધારો કરવામા આવ્યો.ગાંધીનગર ખાતે CM Bhupendra Patel ના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. PMJAY...
11:28 PM Jul 16, 2024 IST | Aviraj Bagda
Pmjay incentives increase

Hospitals Staff incentive: સરકારી Hospitals ને મળતી PMJAY ની આવકમાંથી Hospitals ના ડોક્ટર, પેરા-મેડીકલ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા incentive માં 10 ગણો વધારો કરવામા આવ્યો.ગાંધીનગર ખાતે CM Bhupendra Patel ના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.

આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સરકારી Hospitals માં લાભાર્થીઓને અપાતી સારવારનું ધોરણ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

incentive માં આશરે 10 થી 15 ગણો વધારો

સરકારી Hospitals ને મળતી PMJAY ની આવકમાંથી Hospitals ના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા incentive માં મોટા પ્રમાણમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ મળતા incentive માં આશરે 10 થી 15 ગણો વધારો થશે. મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, અગાઉ PMJAY ના કુલ લાભાર્થીઓમાં ફક્ત SECC (BPL યાદી વાળા) લાભાર્થી પેટે થતી આવક જ incentive માટે વિતરણને પાત્ર હતી. જેમાં ફેરફાર કરી હવે incentive આપવા માટે PMJAY ની સંપૂર્ણ આવકને ધ્યાને લેવામાં આવશે.

અંતરિયાળ વિસ્તારવાળા જિલ્લાઓમાં શેયર 40%

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ આવકના 25% શેયર થશે. આણંદ, મહેસાણા, જામનગર, નવસારી જેવા મુખ્ય શહેરોના નજીક આવેલ જિલ્લાની Hospitals માં શેયર 35% રહેશે, જ્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ, અંતરિયાળ વિસ્તારવાળા જિલ્લાઓમાં શેયર 40% થશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં PMJAY અંતર્ગત અત્યારે થતા કુલ ક્લેઈમના 18 ટકા ક્લેઈમ સરકારી Hospitals માં થાય છે. આ ક્લેઈમની સંખ્યાને વધારીને એક વર્ષમાં 25 ટકા અને બે વર્ષમાં 30 ટકા ઉપર લઇ જવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Bharuch : સો. મીડિયાથી સંપર્કમાં આવ્યા, પ્રેમ થતાં સગીર કિશોરી સગીર પ્રેમી સાથે ભાગી, આ રીતે ઝડપાયા

Tags :
CM Bhupendra PatelGujaratGujarat FirstHospitalsHospitals Staff incentiveincentivePMJAYPmjay incentives increase
Next Article