Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરવલ્લીમાં 2 બસ વચ્ચે ભયાનક અકસ્માત, 3 નાં મોત 25 ઘાયલ

અરવલ્લી : જગન્નાથપુરીથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. મોડાસાનાં સાકરિયા પાસે સરકારી GSRTC ની બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 25 થી વધારે લોકો ઘાયલ થયા હોવાના...
અરવલ્લીમાં 2 બસ વચ્ચે ભયાનક અકસ્માત  3 નાં મોત 25 ઘાયલ

અરવલ્લી : જગન્નાથપુરીથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. મોડાસાનાં સાકરિયા પાસે સરકારી GSRTC ની બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 25 થી વધારે લોકો ઘાયલ થયા હોવાના સમાચારો મળી રહ્યા છે.

Advertisement

એક બાઇક ચાલકની ભુલના કારણે 3 લોકોએ ગુમાવ્યા જીવ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ડભોઇ ડેપોની બસ રોડ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક એક બાઇક ચાલક આવી જતા તેને બચાવવા માટે એસટી બસના ચાલકે બસને અચાનક વાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાર બાદ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા એસટી બસ ડિવાઇડર કુદીને રોંગ સાઇડમાં આવી ગઇ હતી. તે જ સમયે ત્યાંથી પસાર થઇ રહેલી ખાનગી મીની બસને ટક્કર મારી દીધી હતી. જેના પગલે એસટી બસનો આગળનો ભાગનો ખુડદો બોલી ગયો હતો.જ્યારે ખાનગી બસને પણ અકસ્માત નડ્યો હતો. હાલ તો મોડાસાથી માલપુર તરફનો એક રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ખાનગી બસના મુસાફરો જગન્નાથપુરીથી પરત ફરી રહ્યા હતા

ખાનગી બસ જગન્નાથપુરીથી પરત ફરી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલ તો તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોડાસા ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થાનિક પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્રેન દ્વારા બંન્ને બસને ખસેડીને હાઇવે ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઇએ એક તરફથી ચાલતો હોવાના કારણે ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ તો રસ્તો ક્લિયર કરીને બંન્ને તરફથો ટ્રાફીક ખોલવાના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.