Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

History News: PM Narendra Modi ના વતન માંથી મળ્યું ઐતિહાસિક શહેર

History News: ગુજરાતનું વડનગર ભારતના PM Narendra Modi નું વતન છે. ત્યારે.... ફરીએવાર આ ગામ ચર્ચાનો વિષય બન્યું છે. PM Modi ના ગામમાં 2800 વર્ષ જૂના રહેઠાણના પુરાવા મળ્યા છે. આ ઘટનાને સંબંધિત વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. IIT ખડગપુરનું...
04:23 PM Jan 17, 2024 IST | Aviraj Bagda
A historical city derived from the hometown of PM Narendra Modi

History News: ગુજરાતનું વડનગર ભારતના PM Narendra Modi નું વતન છે. ત્યારે.... ફરીએવાર આ ગામ ચર્ચાનો વિષય બન્યું છે. PM Modi ના ગામમાં 2800 વર્ષ જૂના રહેઠાણના પુરાવા મળ્યા છે. આ ઘટનાને સંબંધિત વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

IIT ખડગપુરનું નિવેદન સંશોધન વિશે

આ ઐતિહાસિક શહેરનું (History News) સંશોધન IIT ખડગપુરના સંશોધકોએ શોધી કાઢ્યું હતું. IIT ખડગપુરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડનગરમાં સઘન પુરાતત્વીય વિભાગે ખોદકામ દરમિયાન 3,000 વર્ષોમાં વિવિધ સામ્રાજ્યોના ઉદય અને પતન અને મધ્ય એશિયાના આક્રમણકારો દ્વારા ભારત પર વારંવાર હુમલા, વરસાદ અથવા દુષ્કાળ જેવી આબોહવાના કારણે ગંભીર ફેરફારો જોવા મળ્યા હતા.

ખોદકામમાં શું મળ્યું ?

વડનગર PM Narendra Modi નું ગામ છે. ASI પુરાતત્વવ વૈજ્ઞાનિક અભિજીત આંબેકરે જણાવ્યું હતું કે, 'ઊંડા ખોદકામમાં સાત સાંસ્કૃતિક મૌર્ય, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપ, હિંદુ-સોલંકી, સલ્તનત-મુઘલ (ઈસ્લામિક) થી ગાયકવાડ-બ્રિટિશ શાસનના પુરાવો મળી આવ્યા છે.

ગ્રીક રાજા સિક્કાના ટૂકડાઓ

વૈજ્ઞાનિકે વધુમાં કહ્યું, અમને અનોખી પુરાતત્વીય કલાકૃતિઓ, માટીના વાસણો, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને બારીક ડિઝાઇન કરેલી બંગડીઓ મળી છે. અમને વડનગરમાં ઈન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળ્યા છે.

આ પણ વાંચો: માંડલ અંધાપા કાંડ મામલે વધુ બાર દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, કુલ 17 દર્દીઓ સારવાર હેઠળ 

Tags :
Ancientancient historyGujaratGujaratFirstHistoryHistory NewsNarendra ModiPMModiScienceVadnagar
Next Article