Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himmatnagar : પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી પતિએ કરી આત્મહત્યા, બંને સામે ફરિયાદ

હિંમતનગરનાં (Himmatnagar) મહેતાપુરા વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગરમાં રહેતા એક યુવાનને અન્ય એક યુવતી સાથે પ્રેમસબંધ બંધાતા તેણીનાં પતિને છૂટાછેડા આપી દેવા બાબતે ગાળો બોલી બિભત્સ ફોટા બતાવી ધાક-ધમકી આપી હતી અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી તેનો વીડિયો બનાવી યુવતીનાં પતિએ...
himmatnagar   પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી પતિએ કરી આત્મહત્યા  બંને સામે ફરિયાદ
Advertisement

હિંમતનગરનાં (Himmatnagar) મહેતાપુરા વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થનગરમાં રહેતા એક યુવાનને અન્ય એક યુવતી સાથે પ્રેમસબંધ બંધાતા તેણીનાં પતિને છૂટાછેડા આપી દેવા બાબતે ગાળો બોલી બિભત્સ ફોટા બતાવી ધાક-ધમકી આપી હતી અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી તેનો વીડિયો બનાવી યુવતીનાં પતિએ નર્મદા કેનાલમાં જઈ આત્મહત્યા કર્યાનો ગુનો જાહેર થયાં બાદ મંગળવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.

આ અંગે હિંમતનગર (Himmatnagar) બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સિદ્ધાર્થનગરમાં રહેતા એક યુવકની પત્નીનાં કેવલ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા, જેથી કેવલ ગોહિલે પ્રેમિકાનાં પતિને છૂટાછેડા આપી દેવા વારંવાર દબાણ કરતો હતો. તેમ જ બિભત્સ ગાળો બોલી કઢંગી હાલત વાળા ફોટા બતાવતો હતો.

Advertisement

ત્યારબાદ પ્રેમી કેવલ અને મૃતકનાં પત્ની દ્વારા અવાર-નવાર હેરાન પરેશાન કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલુ જ નહીં પણ આત્મહત્યા કરવા માટે મજબુર કરતાં ગત 28 મેના રોજ મૃતક યુવકે પોતાના મોબાઈલમાં કેવલ અને પત્નીનાં ત્રાસથી કંટાળીને મરી જવા બાબતનો વીડિયો બનાવ્યો હતો અને ગાંધીનગર (Gandhinagar) જિલ્લાનાં લાંબડિયા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરી હતી. જે પછી ગત 18 જૂનનાં રોજ આરોપી કેવલ અને પત્ની વિરુદ્ધ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (B-Division Police Station) ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો - Rajkot Gamzone : રૂ.70-75 હજાર પગારદાર TPO સાગઠિયા પાસે આવક કરતા 410% વધુ મિલકત!

આ પણ વાંચો - Dahod : લ્યો બોલો… નકલી કચેરી બાદ હવે નકલી કર્મચારીઓ, પંચાયત કચેરીનાં Video થી વિવાદ

આ પણ વાંચો - BHARUCH : ખોટા ઇરાદે સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad Plane Crash દુર્ઘટનામાં સુરતના કોસંબા તરસાડીના દંપતીનું મોત, પરિવારમાં શોકનો માહોલ

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : ઓટોમોબાઇલ, કોમ્પ્યુટર એન્જિ. માટે લંડન જતાં બે યુવાનનાં પણ મોત

featured-img
Top News

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત, એકનો બચાવ, દગાચી ગામમાં શોકનો માહોલ

featured-img
બિઝનેસ

Air India Flight Crash :અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ટાટા ગ્રુપના ચેરમેનનું મોટું નિવેદન

featured-img
ભાવનગર

Ahmedabad Plane Crash : ભાવનગરનાં કાજલબેન ભાઈ સાથે ભોજન કરતા હતા અને બિલ્ડિંગ સાથે અથડાયું વિમાન

featured-img
બિઝનેસ

Plane Crash દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની મદદ માટે આગળ આવ્યું LIC

×

Live Tv

Trending News

.

×