Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himmatnagar : 'આ લોકએ મને બઉ જ હેરાન કર્યો છે, એટલે હું...' પોલીસકર્મીનો આપઘાતનો પ્રયાસ, Video પણ બનાવ્યો

હિમ્મતનગરથી (Himmatnagar) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. DSP કચેરીમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાત કરતા પહેલા પોલીસકર્મીએ એક વીડિયો પણ બનાવ્યો હતો અને આપઘાત કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. વીડિયોમાં પોલીસકર્મીએ (Police Officer)...
himmatnagar    આ લોકએ મને બઉ જ હેરાન કર્યો છે  એટલે હું     પોલીસકર્મીનો આપઘાતનો પ્રયાસ  video પણ બનાવ્યો

હિમ્મતનગરથી (Himmatnagar) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. DSP કચેરીમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાત કરતા પહેલા પોલીસકર્મીએ એક વીડિયો પણ બનાવ્યો હતો અને આપઘાત કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. વીડિયોમાં પોલીસકર્મીએ (Police Officer) બે લોકોના નામનો ઉલ્લેખ કરી માનસિક ત્રાસ આપતા હોવાથી આ પગલું ભરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સાબરકાંઠાની (Sabarkantha) ડીએસપી કચેરીમાં (DSP Office) પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા મહેશ નાયીએ હિમ્મતનગરના (Himmatnagar) મોડાસામાં  આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાત કરતા પહેલા મહેશભાઈએ એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે બે લોકો એ.ટી.પટેલ અને રમેશ પંચાસરા પર ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં મહેશભાઈ કહેતા સંભળાય છે કે, એ.ટી.પટેલ અને રમેશ પંચાસરાએ તેમને ખૂબ જ હેરાન કર્યા છે. મકાન માટે લીધેલ રૂપિયા પરત કર્યાં હોવા છતાં તેઓ માગણી મારીને માનસિક ત્રાસ આપી રહ્યા છે. ખોટી રીતે અરજીઓ કરીને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. આ વીડિયોમાં મહેશભાઈએ ડીએસપી વિજય પટેલ અને ક્રાઈમ એસીપી ચૈતન્ય મંડલિકને ન્યાય અપાવવા માગ કરી હતી.

Advertisement

મકાન માટે લીધેલા રૂપિયા પરત કર્યા હોવા છતાં માનસિક ત્રાસ આપતા બે લોકોના કારણે સાબરકાંઠાની (Sabarkantha) ડીએસપી કચેરીમાં ફરજ બજાવતા મહેશભાઈએ નાયીએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - TARABH DHAM : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવભક્તોનું ઘોડાપુર, ડોમ, ટ્રાન્સપોર્ટ, આરોગ્ય સહિતની સુવિધા ઊભી કરાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.