Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himmatnagar : ઘઉં, ચણા અને મકાઈની મબલખ આવકથી હિંમતનગર માર્કેટયાર્ડ ઉભરાયું

Himmatnagar : સાબરકાંઠા સહિત અરવલ્લી અને વિજાપુર તાલુકામાં ઘઉં, ચણા અને મકાઈનો પાક તૈયાર થઈ ગયા બાદ ખેડુતોએ કાપણી અને લણણીનું કામ આટોપી લઈ હોળી-ધુળેટી અગાઉ વેચવા માટે હિંમતનગર (Himmatnagar ) માર્કેટયાર્ડમાં ધસારો શરૂ કર્યો છે ત્યારે સોમવારે ઉઘડતા દિવસે...
himmatnagar   ઘઉં  ચણા અને મકાઈની મબલખ આવકથી હિંમતનગર માર્કેટયાર્ડ ઉભરાયું
Advertisement

Himmatnagar : સાબરકાંઠા સહિત અરવલ્લી અને વિજાપુર તાલુકામાં ઘઉં, ચણા અને મકાઈનો પાક તૈયાર થઈ ગયા બાદ ખેડુતોએ કાપણી અને લણણીનું કામ આટોપી લઈ હોળી-ધુળેટી અગાઉ વેચવા માટે હિંમતનગર (Himmatnagar ) માર્કેટયાર્ડમાં ધસારો શરૂ કર્યો છે ત્યારે સોમવારે ઉઘડતા દિવસે ગ્રામ્ય વિસ્તારોમાંથી વાહનો લઈને આવેલા ખેડુતોને કારણે માર્કેટયાર્ડ પરિસર વાહનોથી ભરાઈ ગયું હતુ. એટલુ જ નહીં પણ પરિસરમાં પાર્કીંગની જગ્યા ન હોવાને કારણે અનેક ખેડુતોએ ખેડતસીયા રોડ પર પોતાના વાહનો ગોઠવી દીધા હતા.

Advertisement

Advertisement

ખેતીપાકો વેચવા માટે વાહનો લઈને વહેલી સવારથી જ ઉમટી પડયા

આ અંગેની વિગત એવી છે કે આગામી દિવસોમાં હોળી-ધુળેટીના તહેવારો આવતા હોવાને કારણે તથા માર્ચ એન્ડીંગને લીધે હિંમતનગર માર્કેટયાર્ડ કેટલાક દિવસ ખરીદીનું કામકાજ બંધ રાખવાનું છે ત્યારે સોમવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય ખેડુતો ઘઉં, ચણા અને મકાઈ સહિત અન્ય ખેતીપાકો વેચવા માટે વાહનો લઈને વહેલી સવારથી જ ઉમટી પડયા હતા. જેથી શરૂઆતમાં જ હરાજીનું કામ શરૂ થાય તે અગાઉ માર્કેટયાર્ડ પરિસર વાહનોથી ખીચોખીચ ભરાઈ ગયું હતુ.

Advertisement

ઘઉંની અંદાજે 15130 બોરીની આવક

તો બીજી તરફ માર્કેટયાર્ડ પરિસરની બહાર આવેલ ખેડતસીયા રોડ પર અનેક ખેડુતોએ અનાજ ભરેલા પોતાના વાહન લાઈનબધ્ધ રીતે ઉભા કરી દીધા હતા. દરમ્યાન અઠવાડીયાના પ્રથમ દિવસે હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની અંદાજે 15130 બોરીની આવક થઈ હતી અને તેનો નીચો ભાવ રૂ.480 જયારે ઉંચો ભાવ રૂ. 602 સુધીનો બોલાયો હતો. ચણાની પણ 1230 બોરીની આવક નોંધાઈ હતી. હરાજીમાં દેશી ચણાનો ભાવ અંદાજે રૂ.૧૦૦૦થી ૧૧૪૦ના પડયા હતા. કાબુલી ચણાની આવક 470 બોરી નોંધાઈ હતી અને તેનો ભાવ રૂ.૧૬૯૦થી ર૧પપ સુધીના બોલાયા હતા.

મકાઈની ૧ર૦ બોરી આવક

મકાઈની ૧ર૦ બોરી આવક નોંધાઈ હતી અને તેનો ભાવ રૂ.400 થી 460ના પડયા હતા. આ ઉપરાંત કપાસની અંદાજે 306 કિલોગ્રામ આવક થતાં તેનો ભાવ રૂ.૧૩૬૧થી ૧૬૦૯ સુધીના પડયા હતા. હજુ પણ હોળી-ધુળેટીના તહેવારો બાદ હિંમતનગર સહિત જિલ્લાના અન્ય માર્કેટયાર્ડોમાં ખેતી પાકોની આવક વધશે.

અહેવાલ---યશ ઉપાધ્યાય , હિંમતનગર

આ પણ વાંચો------ Code of Conduct : સાબરકાંઠા અને અરવલ્લીમાં સરકારી મિલકતો પરથી 9231 પોસ્ટર,બેનર અને લખાણો દૂર કરાયા

આ પણ વાંચો---- Nikol : નિકોલમાં 70 વર્ષ જૂના ધાર્મિક સ્થળને બચાવવા સ્થાનિકો મેદાને, ઊગ્ર વિરોધ સાથે AMC કચેરીનો કર્યો ઘેરાવ

Tags :
Advertisement

Trending News

.

×