Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himmatnagar : મંદિર દૂર કરવાની વાત ફેલાતા મોટી સંખ્યામાં રહીશોનો ભારે હોબાળો

હિંમતનગરનાં (Himmatnagar) સહકારી જિન વિસ્તારમાં આવેલ એક હિન્દુ મંદિરનું કેટલુંક બાંધકામ ગેરકાયદે હોવાથી તથા અન્ય એક પ્લોટ ધારકની કેટલીક જમીન પાલિકાનાં ટીપી રોડમાં જતી હોવાથી આ પ્લોટ ધારકે થોડોક સમય અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી હતી. જે અંગે 15 દિવસ...
himmatnagar   મંદિર દૂર કરવાની વાત ફેલાતા મોટી સંખ્યામાં રહીશોનો ભારે હોબાળો

હિંમતનગરનાં (Himmatnagar) સહકારી જિન વિસ્તારમાં આવેલ એક હિન્દુ મંદિરનું કેટલુંક બાંધકામ ગેરકાયદે હોવાથી તથા અન્ય એક પ્લોટ ધારકની કેટલીક જમીન પાલિકાનાં ટીપી રોડમાં જતી હોવાથી આ પ્લોટ ધારકે થોડોક સમય અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી હતી. જે અંગે 15 દિવસ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી (Chief Minister's office,) નિયમ મુજબ જરૂર પડે દબાણ દૂર કરવા કરાયેલા આદેશ બાદ સ્થાનિક રહીશોને ખબર પડતાં સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ ગુરૂવારે હોબાળો મચાવ્યો હતો. જો કે પાલિકાનાં સત્તાવાળાઓએ સૂચિત ટીપી રોડમાં આવતાં દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી છે જે બંદોબસ્તનો સમય મળ્યા બાદ પાલિકા આ દબાણ દૂર કરે તેવી શકયતા દર્શાવાઈ રહી છે.

Advertisement

મુખ્યમંત્રી કાર્યાલયમાંથી 15 દિવસ પહેલા અપાયાં હતા આદેશ

આ અંગે પાલિકાનાં અધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સહકારી જિન વિસ્તારમાં રોડને અડીને આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિરથી TP રોડ નિકળે છે, જેથી TP રોડમાં આવતા કેટલાક કાચા-પાકા દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરાઈ છે. દરમિયાન, આજ વિસ્તારનાં એક મિલકતધારકે થોડાંક સમય અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ દબાણ મુદ્દે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી લગભગ 15 દિવસ અગાઉ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાનાં આદેશ થયા હતા. જે અંગે અનંતેશ્વર મહાદેવ મંદિર (Anantheshwar Mahadev temple) અને સૂચિત TP રોડની આજુબાજુમાં રહેતા મિલકતધારકોને ખબર પડી હતી, જેથી તેમણે પાલિકા (Himmatnagar municipality) દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી થાય તે અગાઉ તેમના મત મુજબ ગુરૂવારે મહિલાઓ અને પુરુષોએ એકત્ર થઈને વિરોધ દર્શાવ્યો હતો. તેમ જ સૂત્રોચ્ચાર કરીને અનંતેશ્વર મહાવેદ મંદિરનું દબાણ દૂર નહીં કરવાનો સૂર વ્યક્ત કર્યો હતો.

પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાશે

તો બીજી તરફ હિંમતનગર (Himmatnagar) નગરપાલિકાનાં ટાઉન પ્લાનિંગ વિભાગનાં સૂત્રોનાં જણાવાયા મુજબ, 15 દિવસ અગાઉ હિંમતનગરનાં એક મિલકત ધારકે મુખ્યમંત્રી કાર્યાલયમાં કરેલી રજૂઆત બાદ ઉચ્ચકક્ષાએથી નિયમ મુજબ જરૂર પડે દબાણ દૂર કરી ટીપી રોડની (TP road) જગ્યા ખુલ્લી કરવા માટે કરાયેલા આદેશને લઈને પાલિકાનાં સત્તાવાળાઓએ પણ દબાણ દૂર કરતા અગાઉ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જોખમાય નહીં તે આશયથી જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરી પોલીસ બંદોબસ્તની માંગણી કરાઈ છે, જેની તારીખ અને સમયની પાલિકાને જાણ કરાયાં બાદ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

અહેવાલ- યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : પાલીતાણા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ!

આ પણ વાંચો - Sabarkantha : વીજ પોલ પર વાયર નાખવા મુદ્દે 3 લોકોએ શખ્સ પર કુહાડીથી હુમલો કર્યો, 3 સામે ફરિયાદ

આ પણ વાંચો - DGP Gujarat : પીઆઈ તરલ ભટ્ટ ફરી સસ્પેન્ડ, 3 પોલીસવાળા પણ ફરજમોકૂફ

Tags :
Advertisement

.