Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himmatnagar : રૂપાલ પાસેનાં ઝાંઝરી મંદિરના દરવાજા સાથે પૂરઝડપે બોલેરો અથડાતાં ચાલકનું મોત

હિંમતનગર (Himmatnagar) તાલુકાના રૂપાલ (Rupal) પાસે આવેલ ઝાંઝરી માતાજીના મંદિરના દરવાજા સાથે એક બોલેરોચાલકે ગફલતભરી રીતે ગાડી ચલાવીને અથડાવી દીધી હતી, જેથી ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ દુર્ઘટનામાં બોલેરોચાલકનું મોત નીપજ્યું છે. બે દિવસ પહેલાના આ બનાવમાં બુધવારે ગાંભોઈ...
himmatnagar   રૂપાલ પાસેનાં ઝાંઝરી મંદિરના દરવાજા સાથે પૂરઝડપે બોલેરો અથડાતાં ચાલકનું મોત

હિંમતનગર (Himmatnagar) તાલુકાના રૂપાલ (Rupal) પાસે આવેલ ઝાંઝરી માતાજીના મંદિરના દરવાજા સાથે એક બોલેરોચાલકે ગફલતભરી રીતે ગાડી ચલાવીને અથડાવી દીધી હતી, જેથી ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ દુર્ઘટનામાં બોલેરોચાલકનું મોત નીપજ્યું છે. બે દિવસ પહેલાના આ બનાવમાં બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત

હિમ્મતનગર (Himmatnagar) તાલુકાના રૂપાલ ગામના ભગીરથસિંહ ભારતસિંહ રહેવરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ, ગત તા. 27 ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે ગાંભોઈ પોલીસ સ્ટેશનની (Gambhoi Police Station) હદમાં આવેલ ઝાંઝરી માતાજીના મંદિરના દરવાજા સાથે એક બોલેરોચાલક ઘનશ્યામસિંહ ભવાનસિંહ રહેવરે ગમે તે કારણસર પોતાની બોલેરોને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી અને મંદિરના દરવાજા સાથે અથડાવી દીધી હતી, જેથી ચાલક ઘનશ્યામસિંહનું ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું. આ મામલે ભગીરથસિંહ રહેવરે ઘનશ્યામસિંહ રહેવરે વિરુદ્ધ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ- યશ ઉપાધ્યાય 

Advertisement

આ પણ વાંચો - AMC : રૂ. 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, રૂ. 25 કરોડના ખર્ચે એલિસબ્રિજનું રિ-ડેવલપમેન્ટ થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.