ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Heatwaves :રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર,અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ

Heatwaves : સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ગરમી(Meteorological Department)ને લઇને મોટી આગાહી કરી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ (Red Alert)જાહેર કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચશે. ગાંધીનગરમાં...
07:25 PM May 23, 2024 IST | Hiren Dave
Red Alert

Heatwaves : સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ગરમી(Meteorological Department)ને લઇને મોટી આગાહી કરી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ (Red Alert)જાહેર કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચશે. ગાંધીનગરમાં પણ ગરમીનો પારો આજે 46  ડિગ્રીને પાર પહોંચી ગયો છે.તે સિવાય આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી, સુરેંદ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અનેક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઇ ગયો છે.

 

અમદાવાદમાં ગરમીનો પારો 46.6  ડિગ્રી પર પહોંચ્યો

અમદાવાદમાં હાલ ગરમીનો પારો 46.6 ડિગ્રી પર પહોંચ્યો છે.આકરા તાપના કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બનાસકાંઠા,પાટણ, સાબરકાંઠા, સુરેંદ્રનગર, જૂનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.આણંદ, રાજકોટ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.મહેસાણા, અમરેલી, કચ્છ, બનાસકાંઠામાં ભીષણ ગરમીની આગાહી કરાઇ છે. અમદાવાદ, ખંભાત, વડોદરા, નડિયાદમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. બપોરે 1થી 4 વાગ્યા સુધી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઇ છે.

હિટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત થયા

રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. ગભરામણ, ખેંચ અને હિટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સુરતમાં 10 વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે વડોદરામાં વધુ ત્રણ વ્યક્તિના મોત થયા છે. સુરતમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે. આ સાથે હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ. જેમાં સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી નોંધાયા તો બીજી તરફ પાલિકાના અધિકારીનો દાવો ગરમીથી મોત નથી.

 

સુરતમાં એક જ દિવસમાં 10 લોકોના  હાર્ટ અટેક  મોત

સુરતમાં એક જ દિવસમાં 10નાં હાર્ટ અટેક અને હીટવેવમાં શંકાસ્પદ મોત થયા છે. ચારને હીટસ્ટ્રોકની શંકા છે જ્યારે 5 વ્યક્તિના હાર્ટએટેકથી મોત થયાની શંકા છે. તમામના સેમ્પલ FSLમાં મોકલ્યાં છે. તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા હતા અને હોસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ થયું હતું.

આ  પણ    વાંચો - રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમસીમાએ, આગામી ચાર દિવસ રહેશે HEATWAVE નો ખતરો

આ  પણ    વાંચો - Kyrgyzstan ના સંકટ પર CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય ! સો. મીડિયા પર આપી માહિતી

આ  પણ    વાંચો - VADODARA : કાન કાપી લૂંટનો મુદ્દામાલ વેચાતા પહેલા પોલીસે દબોચ્યા

 

Tags :
AhmedabadGandhinagarGujarat FirstissuedRed AlertThe meteorological department
Next Article