Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harani News: હરણી હત્યાકાંડ પર વિપક્ષના તંત્ર પર ધારદાર પ્રહારો

Harani News: વડોદરામાંથી (Vadodara) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં (Harani Lake) વિદ્યાર્થીઓથી ભરેલી એક બોટ અચાનક ડૂબી હતી. આથી બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓનો તળાવમાં ગરકાવ થયો છે. આ દુર્ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ...
harani news  હરણી હત્યાકાંડ પર વિપક્ષના તંત્ર પર ધારદાર પ્રહારો

Harani News: વડોદરામાંથી (Vadodara) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં (Harani Lake) વિદ્યાર્થીઓથી ભરેલી એક બોટ અચાનક ડૂબી હતી. આથી બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓનો તળાવમાં ગરકાવ થયો છે. આ દુર્ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. માહિતી મુજબ, અત્યાર સુધી 9 માસૂમોની મોત થઈ હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.

Advertisement

વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયર બ્રિગેડે 5 વિદ્યાર્થીઓને બચાવી લીધા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહી છે. કેટલાક વિદ્યાર્થી હાલ પણ લાપતા છે. માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ વાઘોડિયા રોડ ખાતે આવેલ ન્યૂ સનરાઇઝ સ્કૂલના હતા જે શિક્ષકો સાથે પિકનિક મનાવવા માટે આવ્યા હતા. આ અંગે જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે.

Advertisement

આ ઘટના પર વિપક્ષો દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. વિપક્ષો શબ્દોના બાણ થકી તંત્રની બેદરકારીને પર્દાફાશ કરી રહ્યા છે. વારંવાર આવી જાનહાની ઘટના રાજ્યમાં બનતી હોય છે, તેની પાછળનું મુખ્ય કારણ શું તેવા સળતા સવાલો પૂછવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ  

Advertisement

વડોદરા દુર્ધટના પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કહ્યું છે કે, આ અત્યંત દુઃખદ ઘટના છે. ગુજરતનનું ભવિષ્ય ઉજવણ કરનાર માસૂમોનો જીવ ગયો છે. પરંતુ હકીકતમાં આ ઘટના કોઈ આકસ્મિક ઘટના નથી. આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે. જ્યારે સરકાર જાનમાલની કોઈ ચિંતા ન કરતી હોય, ત્યારે આવી ઘટના બને છે. તેનું મુખ્ય ઉદાહરણ મોરબીની ઘટના લઈ શકાય છે.

કોંગ્રેસ નેતા મનિષ દોશી

નેતા મનિષ દોશી કહ્યું છે કે, સરકાર વિકાસના નામે લિપાથોપી કરવાનું બંધ કરે, મોટી મોટી વિકાસની વાતો કરતા સરકારી અધિકારીઓએ બોટ સુરક્ષા અને સલામતિ અંગે કેમ યોગ્ય સંભાળ લેવામાં આવી ન હતી. કેમ તેમને લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતા, કેમ બોટની સક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા.... ? આવી જ ઘટના અગાઉ પણ બની હતી, જેમાં 140 કરતા વધુ વ્યક્તિઓની જાનહાની નોંધાઈ હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

આ ઘટનામાં જે કોઈની પણ બેદરકારી સામે આવશે, તેની સામે કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કડક રીતે સૂચનાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત તમામ આદેશો વહીવટીતંત્ર સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara Accident: હરણી નદીએ માસૂમોનો જીવ લીધો, બોટ પલટી જતા વિદ્યાર્થીઓ ડુબ્યા

Tags :
Advertisement

.