Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harani Lake Tragedy : કોટિયા પ્રોજેક્ટને આપેલા કોન્ટ્રાક્ટ સામે સવાલ! HC એ આપ્યો આ આદેશ

વડોદરા હરણી બોટકાંડ (Harani Lake Tragedy) મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) તત્કાલીન મનપા કમિશનર અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવાનો આદેશ કર્યો છે. અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીની અધ્યક્ષતામાં તપાસ...
harani lake tragedy   કોટિયા પ્રોજેક્ટને આપેલા કોન્ટ્રાક્ટ સામે સવાલ  hc એ આપ્યો આ આદેશ

વડોદરા હરણી બોટકાંડ (Harani Lake Tragedy) મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) તત્કાલીન મનપા કમિશનર અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવાનો આદેશ કર્યો છે. અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીની અધ્યક્ષતામાં તપાસ કરવા આદેશ કરાયો છે. હાઈકોર્ટમાં મ્યુનિ. કમિશનરે સોગંદનામુ રજૂ કર્યું હતું.

Advertisement

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના (Harani Lake Tragedy) મુદ્દે હાઈકોર્ટે લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, હાઈકોર્ટે તત્કાલીન મ્યુનિ. કમિશનર અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટે હુકમ કર્યો હતો કે આ તપાસ અર્બન હાઉસિંગ વિભાગના (Urban Housing Department) પ્રિન્સિપાલ સેક્રેટરીની અધ્યક્ષતામાં થઈ જોઈએ. બે મહિનામાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. એડવોકેટ ઉત્કર્ષ દવેએ મીડિયાને જણાવ્યું હતું કે, સુનાવણી દરમિયાન હાઈકોર્ટને ધ્યાને આવ્યું કે, જે કોટિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રાક્ટ એક વખત રિજેક્ટ થયો હતો.

કોટેચા કંપનીને આપેલા કોન્ટ્રાક્ટ સામે ઊભા થયા સવાલ

વકીલ ઉત્કર્ષ દવેએ (Utkarsh Dave) આગળ જણાવ્યું કે, બે મહિના પછી કંપનીએ ફરી કોન્ટ્રાક્ટ માટે અપ્લાય કર્યું હતું. ત્યારે બીજી વખત કંપનીના કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું કે, જ્યારે પહેલી વખત કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારે તેની આર્થિક સ્થિતિ અસ્થિર હતી. પરંતુ, વિચારવાની વાત એ છે કે બે મહિનામાં એવું તો શું થયું કે કંપનીની આર્થિક સ્થિતિ સુધરી ગઈ અને કોટિયા પ્રોજેક્ટ કંપનીને (Kotia Project) કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, આ મામલે વિગતવાર તપાસ થવી જરૂરી છે. બે મહિનામાં કેસની તપાસ કરી અહેવાલ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) રજૂ કરવા આદેશ કરાયો છે. જણાવી દઈએ કે, વડોદરા મ્યુનિ. કમિશનરે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું.

Advertisement

'હજુ પણ પરિવારો આઘાતમાંથી બહાર આવ્યા નથી'

બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળક વિશ્વ માછીના પિતા કલ્પેશ માછીએ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, અમને ન્યાય તંત્ર પર ભરોસો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, અધિકારીઓ, સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલિભગત હોય તો જ આવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. ઘટના સમયે સેફ્ટી હોત તો આજે અમારા બાળકો જીવતા હોત. હજુ પણ પરિવારો આઘાતમાંથી બહાર આવ્યા નથી. આ સાથે તેમણે અપીલ કરી કે, તમામ જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો - VADODARA : હરણી બોટકાંડમાં આરોપીઓ સામે 2819 પાનાની ચાર્જશીટ રજૂ

આ પણ વાંચો - Harani Lake : ‘હરણી હત્યાકાંડ’ તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા! ……તો તમામ લોકોના જીવ બચ્યાં હોત!

આ પણ વાંચો - Vadodara : હરણી લેક ઝોન કેસના આરોપીના 4 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર, અત્યાર સુધી 20 ની ધરપકડ

Tags :
Advertisement

.