Gujarat Student Success Story: દીકરી TENSION નહીં, પરંતુ TEN (10) SON બરાબર હોય છે
Gujarat Sudent Success Story: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ગત વર્ષની સરખામાણી કરતા ઉત્તમ આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહ 65 ટકા આવ્યું હતું. જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં 91.53 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે 65 ટકા પરિણામ આવ્યું હતું.
જામનગરની દીકરીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી
રીના ચૌહાણે સામાન્ય પ્રવાહમાં 90 ટકાથી વધુ પ્રાપ્ત કર્યા
માતા-પિતાની મહેનતને દીકરીએ ચાર ચાંદ લગાવ્યા
બગીચામાં કોઈ ફૂલ ખીલે, તો તેની પાછળ માળીએ મહેનત કરી હોય છે. તેમ જ કોઈ સંતાન સફળતાના શિખરે પહોંચે, તો તેની પાછળ અચૂક માતા-પિતાએ પરસેવો પાડ્યો હોય છે. આવી જ મહેનત એક માતા-પિતાએ તેની પુત્રીની પાછળ કરી છે. જેના પગલે આજે આ દીકરીનું નામ ઈતિહાસના પન્નાઓમાં સૂવર્ણ અક્ષરે લખાયું છે.
આ પણ વાંચો: Jamnagar Student Success Story: એવી વિદ્યાર્થી જે પરિક્ષા પહેલા જીવનની અગ્નિપરિક્ષામાં સફળ થઈ
રીના ચૌહાણે સામાન્ય પ્રવાહમાં 90 ટકાથી વધુ પ્રાપ્ત કર્યા
આ વખતે ગુજરાત બોર્ડના પરિણામમાં જાનગરની રિના ચૌહાણે શાનદાર પરિણામ મેળવીને તેના પરિવાર સાથે સૌને ચોંકાવી દીધા છે. ધોરણે 12 માં સામાન્ય પ્રવાહમાં રિના ચૌહાણે 90 ટકાથી વધુ પ્રાપ્ત કર્યા છે. જોકે તે આ સળતા સુધી અનેક જીવનની પરિક્ષાઓમાંથી પસાર થવું પડ્યું હતું. તેણીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરકારી શાળામાં મેળવ્યું હતું.
આ પણ વાંચો:IFFCO Election: IFFCO ના નવા ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી
માતા-પિતાની મહેનતને દીકરીએ ચાર ચાંદ લગાવ્યા
રીના ચૌહાણના પિતા રિક્ષા ચાલક છે. તેના પિતા રાત-દિવસ રિક્ષા ચલાવે છે. તે ઉપરાંત તેણીની માતા એક હોસ્પિટલમાં નોકરી કરે છે. ત્યારે માતા-પિતાએ દિકરીને ભણાવા માટે રાત-દિવસ સંઘર્ષ કર્યો છે. તો સાધારણ પરિવારની દીકરીને ભણાવા માટે બંને માતા પિતાએ મહેનત કરવામાં પાછળ વળીને જોયું નથી. ત્યારે આ દીકરીએ માતા-પિતાની મહેનતને ચાર ચાંદ લગાવ્યા છે.
આ પણ વાંચો: Gujarat Weather Update: મેઘરાજા વહેલી તકે રાજ્યમાં પથરામણાં કરશે