Gujarat Rain : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની આ આગાહી, જાણો
ગુજરાતમાં હવામાં વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 92 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે આ બધાની વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં હળવા વરસાદ આગાહી
ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 24 કલાકમાં ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ થઇ શકે છે. તેમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ હાલ ગુજરાતમાં કોઇ સિસ્ટમ સક્રિય નથી. તથા અમદાવાદમાં હળવા વરસાદ આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . ગુજરાતમાં સીઝનનો 92 ટકા વરસાદ થયો છે.
દરિયા કિનારાના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાં વિભાગે વધુમાં જણાવ્યું કે, દરિયાકાંઠે 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કિનારાના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા છે. તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આ વરસાદ આફત બનશે કે રાહત તે જોવું રહ્યું.
આ પણ વાંચો -AHMEDABAD : SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ સફળતાપૂર્વક સંપન્ન થયો