Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Rain forecast July : મેઘાના માર પર અંબાલાલ પટેલની શું છે આગાહી?

રાજ્યના અમુક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 24 જુલાઈથી વરસાદનું જોર ઘટી જશે. પરંતુ 27,28,29...
10:18 PM Jul 23, 2023 IST | Hiren Dave
રાજ્યના અમુક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 24 જુલાઈથી વરસાદનું જોર ઘટી જશે. પરંતુ 27,28,29 જુલાઈથી ફરી વરસાદનું જોર વધશે . તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી  કરી  છે
અમદાવાદ વચ્ચેના ભાગમાં પણ ભારે વરસાદ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે એટલે 27,28,29 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થશે.સૌરાષ્ટ્ર,કચ્છ,ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. બનાસકાંઠા, અમદાવાદ,વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વડોદરાથી અમદાવાદ વચ્ચેના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
26થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે
ભારેથી અતિ ભારે વરસાદના કારણે હવે વરસાદ વિરામ લે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે, 24 તારીખથી વરસાદનું જોર ઘટવાનું શક્યતા છે. પરંતુ ફરી 26થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 27થી 3 ઓગસ્ટ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે વરસાદી વહન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે.
ઓગસ્ટ મહિનામાં 1 થી 15  તારીખ  સુધી વરસાદની આગાહી  
જુલાઈમાં જળબંબાકાર થયા બાદ ઓગસ્ટ મહિનામાં 1 થી 15  તારીખ  સુધીમાં વધુ એક સિસ્ટમ આવવાનું અનુમાન છે. તેના કારણે પણ ઓગસ્ટમાં વરસાદ થશે. જોકે, વાવણી થઈ ગયા બાદ કૃષિ પાકને હવે વરાપ નીકળે એટલે કે તડકો નીકળે તેની ખાસ જરૂર છે. કારણ કે છેલ્લા કેટલા દિવસથી ખેતરોમાં સતત પાણી ભરેલું છે અને તેના કારણે ચોમાસું પાકના પાન પીળા પડવા લાગ્યા છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો-મોરારી બાપુએ ઋષિકેશથી શરૂ કરી 12 જ્યોતિર્લિંગની રામ કથા ટ્રેન યાત્રા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BreakingnewsGujaratFirstGujaratRainheavyrainHeavyRainsmonsoon2023WeatherForecastWeatherNewsWeatherUpdate
Next Article