Gujarat police : લોકરક્ષક -PSI ભરતી મામલે હસમુખ પટેલનું ટ્વીટ
Gujarat police : ગુજરાતમાં પોલીસે (Gujarat police)ભરતી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, લોકરક્ષક દળ અને PSI ભરતી મામલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકાશે. વિગતો મુજબ 2 સપ્તાહ સુધી ઉમેદવારો અરજી કરી શકશે. આ સાથે કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર પણ અરજી કરી શકશે..
ઓગસ્ટ, સપ્ટેમ્બર માસમાં ફરી કરી શકાશે અરજી
પોલીસ વિભાગમાં (Gujarat police)નોકરી ઇચ્છતા યુવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, લોકરક્ષક અને PSI ભરતી માટે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકાશે. જેમાં ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે. આ સાથે અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારોને પણ તક અપાશે. અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાઓને તક અપાશે.
અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે. વિગતો મુજબ લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકાશે. કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર કરી શકશે. આ સાથે અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ તક અપાશે. જેમાં બે સપ્તાહ માટે અરજી માટે તક આપવામાં આવશે.
નોંધનિય છે કે, 9 મે ના રોજ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર થયું હતું. જેથી હવે પરિણામ જાહેર થયા બાદ હવે જે લોકો પોલીસમાં નોકરી કરવા માંગે છે એ લોકો પણ અરજી કરી શકશે. જેમાં ખાસ કરી કોલેજના અંતિમ વર્ષ અને ધો.12ના ઉત્તીર્ણ ઉમેદવાર અરજી કરી શકશે.
આ પણ વાંચો - Dahod Lok Sabha :બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ફરી આ કેન્દ્ર પર શરૂ થયું મતદાન
આ પણ વાંચો - SSC Result : ધો.10 માં ગુજરાતના આ બે કેન્દ્રનું 100 ટકા પરિણામ
આ પણ વાંચો - Gujarat Weather : રાજયમાં વિજળીના કડાકા સાથે પડી શકે છે વરસાદ