ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Lok Sabha Election Day: એક મતદાન મથક પર કોંગ્રેસના બટન પર ફેવિક્વિક લગાડી દેવામાં આવી

Gujarat Lok Sabha Election Day: લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું મતદાન દેશમાં પૂર્ણ થયું છે. આ વખતે દેશમાં ત્રીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર 7 આજરોજ મતદાન કરવામાં આવ્યું હતું. તે પૈકી ગુજરાતમાં કુલ 26 બેઠકો પર મતદાન કરાયું...
08:04 PM May 07, 2024 IST | Aviraj Bagda
Gujarat Lok Sabha Election Day

Gujarat Lok Sabha Election Day: લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું મતદાન દેશમાં પૂર્ણ થયું છે. આ વખતે દેશમાં ત્રીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર 7 આજરોજ મતદાન કરવામાં આવ્યું હતું. તે પૈકી ગુજરાતમાં કુલ 26 બેઠકો પર મતદાન કરાયું હતું. આ વખતે ગુજરાતમાં રાજકીય માહોલ છેલ્લા 10 વર્ષ કરતા સૌથી વધારે દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ વખતે ગુજરાતમાં કુલ 26 બેઠકો પૈકી 25 બેઠકો પર મતદાનનું આયોજન કરાયું હતું.

આજરોજ ગુજરાતમાં મતદાનના દિવસે કુલ 6 જેટલી FIR ચૂંટણી પંચ અને પોલીસમાં નોંધવામાં આવી છે. તેના અંતર્ગત બે ઓળખ ભંગની ફરિયાદ સામે આવી છે. તે ઉપરાંત આ ફરિયાદો પૈકી એક ફરિયાદ EVM મશીનને લઈ ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી. તેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે, ગાંધીનગરમાં વાસણમાં આવેલા મતદાન મથકમાં EVM મશીનની અંદર કોંગ્રેસના બટન પર કોઈ વ્યક્તિ દ્વારા ફેવિક્વિક લગાડી દેવામાં આવી છે. જેથી કરીને EVM માં કોંગ્રેસ બટન પર કોઈ પણ વ્યક્તિ બટન દબાવતા કોઈ ગતિવિધિ જોવા મળતી ન હતી.

આ પણ વાંચો: શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન, મુખ્ય નિર્વાચન અધિકારી Mrs. P. Bharthi એ યોજી પ્રેસ કોન્ફરન્સ

EVM મશીનમાં કોંગ્રેસ બટન પર ફેવિક્વિક લગાડી

જ્યારે આ મામલે મતદાન મથકના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત મતદાન મથક પર હાજર ભાજપના અધિકારીઓ દ્વારા ભાજપની પેન લઈ જવાના મામલા અંગે શક્તિસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે. ત્યારે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે. ભાજપે પોલિંગ એજન્ટોને સાહિત્ય કીટ આપી હતી. જે બાદ રાજ્યના બધા જ મતદાન મથક પર સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Amreli: અમરેલીમાં બની અત્યંત દુઃખદ ઘટના, ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું મોત

ભાજપે મતદાન પહેલા સુરતમાં જીત મેળવી

તે ઉપરાંત આ વખતે સુરત બેઠક પર ભાજપ લોકસભા બેઠક ઉમેદવાર 7 મે પહેલા ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઈ દલાલા બિનહરિફ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મજબૂતની ટક્કર જોવા મળી છે.

આ પણ વાંચો: VADODARA : પત્નીના અગ્નિસંસ્કાર પહેલા પતિએ બે દીકરીઓ સાથે કર્યું મતદાન

Tags :
Election 2024GujaratGujarat FirstGujarat Lok Sabha Election DayLok Sabha Election DayLok-Sabha-election
Next Article